તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • ચીખલી નજીક આવેલી સમરોલી સ્વામીનારાયણ સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા

ચીખલી નજીક આવેલી સમરોલી સ્વામીનારાયણ સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | ચીખલીનજીકના સમરોલી સ્થિત સ્વામીનારાયણ ઈન્ટરનેશનલ ગુણાતીત સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

સમરોલી સ્વામીનારાયણ સ્કૂલમાં યુએસએ સ્થિત સનતભાઈ મહેતા મુખ્ય મહેમાનપદે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં જમશેદજી ગઝદર અંગ્રેજી માધ્યમની શાળા ગણદેવી, બી.એસ. પટેલ બીલીમોરા, શ્રીશ્રીજી અંગ્રેજી શાળા વલોટી, એ.બી. સ્કૂલ ચીખલી, જ્ઞાનધામ સ્કૂલ વાપી, વલ્લભાશ્રમ પારડી તથા સ્વામીનારાયણ સ્કૂલ સમરોલી સહિતની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મારા સ્વપ્નની શાળા, રમતગમત વિકાસ માટે સરકારનું યોગદાન, મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ, મારા આદર્શ શિક્ષક, શાળામાં સુરક્ષા, સોશિયલ મિડિયાનો પાવર, ભારતમાં ભ્રષ્ટાચાર, દેશના વિકાસમાં ટેક્સનું યોગદાન સહિતના વિષયો હતા.

અન્ય સમાચારો પણ છે...