તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • વાંસદા ચીખલીમાં 191 સરકારી કર્મચારીનું પોસ્ટલ બેલેટથી મતદાન

વાંસદા-ચીખલીમાં 191 સરકારી કર્મચારીનું પોસ્ટલ બેલેટથી મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાં182 સરકારી કર્મચારીઓ અને ચીખલી સમરોલીમાં 9 સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું.

177-વાંસદા વિધાનસભામાં સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામે જવાના હોવાથી વાંસદા ચૂંટણી અધિકારીની સુચના હેઠળ વાંસદા મામલતદારની ટીમે આજે વાંસદા પ્રતાપ હાઈસ્કૂલ અને ચીખલી સમરોલી ઈટાલીયા હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી.

જેમાં બંને જગ્યા મળી કુલ અંદાજિત 191 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. 177- વાંસદા વિધાનસભામાં સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામે જોતરાઈ જવાના કારણે ચૂંટણી અધિકારી લલિત નારાયણ સિંઘની નજર હેઠળ વાંસદા મામલતદાર ધનગર અને સ્ટાફે આજે પ્રતાપ હાઈ સ્કુલ વાંસદામાં સવારે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કર્યું હતું. જેમાં વાંસદા ખાતે 182 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચીખલી સમરોલીની ઈટાલીયા હાઈસ્કૂલમાં દિવસ દરમિયાન 6 વાગે સુધી અંદાજિત 9 જણાંએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કુલ 191 જણાએ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

વાંસદા પ્રતાપ હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરતા સરકારી કર્મચારીઓ. તસવીર- તુલસીદાસ વૈષ્ણવ

ચૂંટણી પ્રક્રિયાની ફરજ હોવાથી આગોતરું આયોજન

ચૂંટણી અધિકારીની સૂચના મુજબ થયેલી કામગીરી

અન્ય સમાચારો પણ છે...