તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્થિનું વિસર્જન થાય તે પહેલા આસ્થાને મજબૂત કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલીજૈન સંઘ સુમતિનાથ જિનાલયમાં જૈનાચાર્ય હંસકીર્તિસૂરિજી આદિ16 સાધુભગવંતો પધારતાં મરોલી સંઘે સ્વાગત કર્યુ હતુ. પ્રવચનસભાને સંબોધન કરતા પ્રવયનકાર પંન્યાસ રાજરક્ષિતવિજયે જણાવ્યું કે આજ સુધી આપણો અનંત સંસાર ચાલ્યો છે તેના મૂળમાં જીવ સાથે ધિક્કાર અને જડ સાથે સત્કાર છે. હવે જલદીમાં જલદી લાઇફસ્ટાઇલ બદલવી જોઇએ.એક પણ જીવ સાથે બાંધેલો કટું સંબધ આધ્યાત્મિક જીવન માટે મોટી રૂકાવટ ઉભી કરે છે. મિત્રો બધા બને તો ખૂબ સારું પરંતુ દુશ્મન તો એક પણ જોઇએ. વૈરનું સર્જન કરનાર વિકરાળ બને છે. જ્યારે વૈરનું વિસર્જન કરનાર વિરાટ બને છે. આંખ ખુલે તો સ્વપ્ન ખતમ થાય છે. તેમ આંખ મીંચાય એટલે સંસાર ખતમ થાય છે. અસ્થિનું વિસર્જન થાય તે પહેલાં આસ્થાને ખૂબ મજબૂત કરો.તમામ જડ વસ્તુમાં ઇનવિઝીબલ લેબલ વાંચવું જોઇએ.હું વિનાશી છું આજનો આલીશાન બંગલો કાલનું ખંડેર છે. આજની ફાઇન ગાડી કાલે ગેરેજમાં ભંગાર તરીકે છે. આજનું બોડી બિલ્ડર શરીર કાલ તો સ્મશાનની રાખ છે. પંન્યાસ ભવ્યકીર્તિવિજયજીએ પણ અહિંસા,સંયમ અને તપરૂપી ધર્મને આરાધવા માટે મસ્ત પ્રેરણા કરી હતી.મરોલી જૈન સંઘના ભાઇ-બહેનોએ પ્રવચનની મસ્તીને માણી હતી.તા.28 નવેમ્બર મહાવીર નગર સોસાયટી નવસારી સવારે 9.30 કલાકે પ્રવચન છે.

અન્ય સમાચારો પણ છે...