મરોલીનો પરિવાર અંબાજી ગયો અને ઘરે 1.12 લાખથી વધુની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવરમરોલી બજાર ઉભરાટ રોડ ઉપર સહકારી મંડળીની બાજુમાં અલહાબાદ બેંકની ઉપર કશ્યપ પરિવાર મકાન બંધ કરી લગ્નપ્રસંગે વડોદરા ગયા હતા. સમય દરમિયાન તસ્કરોએ બંધ મકાનનો નકૂચો તોડી ઘરમાંથી કુલ રૂ. 1.12 લાખની વધુ મત્તાની ચોરી કરી ગયા હતા.

મહુવર-મરોલી બજાર ઉભરાંટ રોડ, સહકારી મંડળીની બાજુમાં રહેતા યોગેશભાઈ જીતેન્દ્રભાઈ કશ્યપે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 25મી નવેમ્બરે ઘર બંધ કરી પરિવાર સાથે વડોદરા લગ્નપ્રસંગ હોવાથી ગયા હતા. બાદમાં વડોદરાથી અંબાજી દર્શન માટે ગયા હતા. તેઓ દર્શન કરી 3જી ડિસેમ્બરે સવારે પરત ઘરે પહોંચતા દરવાજાને મારેલુ તાળુ નીચે હતું અને નકૂચો તૂટેલો હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. તેઓએ ઘરમાં પ્રવેશી જોતા લાઈટ ચાલુ હતી અને ત્રણ રૂમના ત્રણ કબાટ તૂટેલા હતા અને કબાટનો સામાન વેરવિખેર પડેલ જોતા ચોરી થયાનું જણાયું હતું. પરિવારના જણાવ્યાનુસાર 25મી નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધીમાં કયા દિવસે ચોરી થઈ હશે જણાતું નથી. ઘટનાની જાણ કરવા યોગેશભાઈ મરોલી પોલીસ ચોકીએ ગયા હતા ત્યાર તાળુ મારેલુ હોવાથી જલાલપોર પોલીસે જઈ ઘટનાની જાણ કરી હતી.

તસ્કરોએ કરેલો વેરવિખેર સામાન. તસવીર-વિનોદટંડેલ

તસ્કરો સામાન ચોરી કરી ભાગી છુટ્યા

તસ્કરોએરોકડ રૂ. 90 હજાર, સોનાની ચેઈન, વીટી નંગ 2, કાનની બુટ્ટી 3 જોડ મળી રૂ. 7 હજાર તેમજ ચાંદીના સિક્કા નંગ 30, સાંકળા 11જોડ, કંદોરો નંગ 2 કુલ રૂ. 15500 મળી કુલ રૂ. 1.12 લાખથી વધુ મત્તાની ચોરી કરી ગયા હતા.

અઠવાડિયા બાદ આવતા ચોરીની જાણ થઇ

અન્ય સમાચારો પણ છે...