• Gujarati News
  • નવસારીમાં એ 1 ગ્રેડમાં એકમાત્ર વિદ્યાર્થિની

નવસારીમાં એ-1 ગ્રેડમાં એકમાત્ર વિદ્યાર્થિની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની વેબસાઈટ ઉપર આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. નવસારી જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 67.77 ટકા રહ્યું હતું. કેન્દ્રમાં ઉચું પરિણામ મરોલી કેન્દ્ર 82.49 ટકા જ્યારે સૌથી નીચું પરિણામ બીલીમોરા કેન્દ્રનું 55.30 ટકા રહ્યું હતું. જિલ્લામાં એકમાત્ર નવસારીની શેઠ આર.જે.જે. સ્કૂલની વિદ્યાર્થિની કરિશ્મા આર. ભાટીયાએ 93.60 ટકા સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા પરિવારનું તથા જિલ્લાનું ગૌરવ જાળવી રાખ્યું હતું.

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આગામી દિવસોમાં શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 54.91 ટકા રહ્યું હતું. જ્યારે નવસારી જિલ્લાનું 67.77 ટકા પરિણામ જાહેર કરાયું હતું. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પરિણામ વેબસાઈટ ઉપર જોઈ લીધું હતું.જોકે નવાઈની વાત રહી હતી કે સમગ્ર જિલ્લામાં એકમાત્ર નવસારીની શેઠ આર.જે.જે. સ્કૂલની વિદ્યાર્થિની કરિશ્મા ભાટીયા 93.60 ટકા સાથે એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહી હતી. નવસારી જિલ્લાની વાત કરીએ તો ધો.12માં સામાન્ય પ્રવાહમાં કુલ 10967 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 10861 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેના પરિણામે આખરે 67.77 ટકા પરિણામ રહ્યું હતું. નવસારી જિલ્લામાં કેન્દ્રવાર પરિણામની વિગત જોઈએ તો જિલ્લામાં સૌથી ઉંચું પરિણામ મરોલી કેન્દ્રનું 82.49 ટકા રહ્યું હતું. જેમાં 434 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તમામે પરિક્ષા આપી હતી. 358 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા તો સૌથી નીચું પરિણામ બીલીમોરા કેન્દ્રનું 55.30 ટકા રહ્યું હતું. જેમાં 1051 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા અને 1038 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 574 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. જિલ્લામાં ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે તો એકમાત્ર વિદ્યાર્થિનીને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. નવસારીની શેઠ આર.જે.જે. સ્કૂલની કરિશ્મા આર. ભાટીયાએ સિદ્ધિ મેળવી હતી. જ્યારે એ-2માં 79, બી-1માં 360, બી-2માં 962, સી-1માં 1945, સી-2માં 2315 અને 1670 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મેળવવામાં સફળતા મળી હતી.

ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે

નવસારીજિલ્લામાંએકમાત્ર એ-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર નવસારીમાં અંબિકા નગર સોસાયટીમાં રહેતી કરિશ્મા આર. ભાટીયાએ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે. તેણે જણાવ્યું હતું કે, સારા માર્કસ મેળવવાની ઈચ્છા હતી. જોકે જિલ્લામાં એકમાત્ર પોતે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરવાની સિદ્ધ મારે માટે હાલ એક સ્વપ્ન સમાન બની છે. વાત જાણીને અનહદ આનંદ થાય છે. દરેક વિદ્યાર્થીએ ત્રણથી ચાર કલાકનું રોજનું વાંચન કરવાથી પ્રશ્નપત્ર વખતે ટેન્શન ઓછું થઈ જાય છે. જે મારી સાથે થયું તે સતત વાંચનથી તમામ માટે આનંદાત્મક ક્ષણ બની શકે છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ (સીએ) બનવાની ઈચ્છા ધરાવતી કરિશ્મા ભાટીયના મતા સીમાબેન ગૃહિણી છે તો પિતા જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ધો.12 સામાન્ય પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ

}બીલીમોરા55.30 ટકા

}ચીખલી62.05 ટકા

}નવસારી69.12 ટકા

}ખડસુપા60.28 ટકા

}મરોલી82.49 ટકા

}અમલસાડ60.75 ટકા

}વાંસદા75.04 ટકા

}પીપલખેડ78.41 ટકા

}આંબાબારી64.65 ટકા

}પ્રતાપનગર71.43 ટકા

}રૂમલા68.68 ટકા

}દિગેન્દ્રનગર73.02 ટકા

{ નવનિર્માણહાઈ., મરોલી.

{કોન્વેન્ટહાઈસ્કૂલ, નવસારી

{પી.એન.પટેલસાર્વજનિક હાઈસ્કૂલ, અંચેલી.

{એસી.બી.ટંડેલહાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ એચ.એસ.સ્કૂલ, ઓંજલ-માછીવાડ.

{સરકારીઉચ્ચતર માધ્યમિક શાળા, દાંતી

{ધીસીમલક મુસ્લિમ એજ્યુ. ઈન્સ્ટિટ્યૂટ, સીમલક

{સરસ્વતીઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર, નવસારી.

{એકલવ્યમોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, બારતાડ, વાંસદા.

{કે.વી.એસ.હાઈ. અને એમએન નાયક શાળા ગણદેવા.

100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ

જિલ્લામાં સૌથી ઉચું પરિણામ મરોલી કેન્દ્ર 82.49 ટકા, સૌથી નીચું પરિણામ બીલીમોરા કેન્દ્રનું 55.30 ટકા