• Gujarati News
  • પ્રમુખસ્વામી મહારાજની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

પ્રમુખસ્વામી મહારાજની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખસ્વામી મહારાજની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

ચીખલી સ્વામીનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત

ભાસ્કર ન્યૂઝ. નવસારી

ચીખલીનાસમરોલીના રામનગર ખાતે બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા એક સ્વામીનારાયણનું નવનિર્માણ મંદિર બનાવવામાં આવ્યું છે જે સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી 29,30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવી રહી છે.

સમરોલીના રામનગર ખાતે આવેલ સ્વામીનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 29મી નવેમ્બરના રોજ ચીખલીના ખૂંધ ખાતે આવેલ કૈલાશનગરમાંથી એક વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ચીખલી તેમજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરયાત્રા ખૂંધના કૈલાશનગર ખાતેથી નીકળી સમગ્રી ચીખલી પંથકમાં ફરી સમરોલીના રામનગર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી. જોકે પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ પણ 29મી નવેમ્બરના રોજ હોય જેથી નગરયાત્રા બાદ સાંજના સમયે સ્વામીનારાયણ મંદિર સમરોલી ખાતે પ્રમુખસ્વામી મહારાજની જન્મદિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. સમરોલીના રામનગર ખાતે નવનિર્માણ પામેલા સ્વામીનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 30મી નવેમ્બરના રોજ વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 1500 જેટલા દંપતીઓ ભાગ લેનાર છે સાથે સાંજના સમયે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.