બોરસી અને દાંતી ગામના બે યુવકના દરિયામાં ડૂબી જતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલીવિસ્તારમાં કાંઠા વિસ્તારના બોરસી ગામ તથા દાંતી ગામના બે યુવાનો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વેળાએ દરિયાના પાણીમાં ડૂબી જતા એમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બોરસી તથા દાતી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બોરસી ગામનો યુવાન જગદીશભાઇ પટેલ (ઉ.વ. 44) આશીર્વાદ સોસાયટીમાં એમના બે પુત્રો અને પત્ની સાથે રહે છે. દર વર્ષની જેમ બોરસી ગામના પ્રતિમાનું વિસર્જન ધુમધામથી કરવામાં આવે છે. અંદાજીત સાંજે 4.30 કલાકે બોરસીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. દરમિયાન જગદીશભાઇ પાણીમાં ગરક થયો હતો. તેને પાણીમાંથી બહાર કાઢી મરોલી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં ત્યાંથી નવસારી યશફિન હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાંના ફરજ પરના ડોક્ટરે એમને મૃત જાહેર કર્યો હતો.

બીજી ઘટનામાં દાતી ગામમાં વિજી સ્ટ્રીટમાં રહેતો માર્શલ નરેન્દ્ર પટેલ (ઉ.વ 33) દરિયામાં સાંજે 5.30 કલાકે પ્રતિમાને બોરસીના દરિયાકિનારે વિસર્જનકરતી વખતે પાણીમાં ડૂબી ગયો હતો. તરવૈયાઓએ માર્શલને પાણીમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ એમને નવસારી યશફિન હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ત્યાંના ફરજ પરના ડોક્ટરે માર્શલને મૃત જાહેર કર્યો હતો.

બંને યુવાન ગુરુવારે ગણપતિ વિસર્જન કરવા ગયા હતા

અન્ય સમાચારો પણ છે...