• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • લોકો અવરજવર કરતા હોય પંચાયતે રસ્તો બંધ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

લોકો અવરજવર કરતા હોય પંચાયતે રસ્તો બંધ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીકુમાર અને કન્યા શાળાની વચ્ચે આવેલો મણીયાર સ્ટ્રીટ પાસેનો વર્ષોજૂનો રસ્તો એકાએક બંધ કરી દેવામાં આવ્યો હતો. મુદ્દો ફરિયાદ નિવારણમાં ગામના માજી ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ શાહ દ્વારા મુકી રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચીખલી કુમાર અને કન્યાશાળામાં આશરે 500થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ લઈ રહ્યા છે. હાલમાં શાળાનું નવુ મકાન બનાવવામાં આવતા પ્રવેશોત્સવ દરમિયાન લોકાર્પણ કરવામાં આવ્યું છે. બંને શાળાનો મુખ્ય પ્રવેશદ્વાર તલાવચોરા જૂના વલસાડ રોડ જવાના માર્ગ પર સમરોલી તરફ છે. બીજી બાજુ નાનો દરવાજો ચીખલી નગર બજારમાં જવાના મુખ્ય માર્ગ અને મણીયાર સ્ટ્રીટ પાસે વર્ષોથી હતો. જે દરવાજાથી વિદ્યાર્થીઓ અને ગામના લોકો અવરજવર કરતા હતા. દરવાજો લોખંડની ગ્રીલવાળો હોવાથી જરૂરિયાતના સમયે ખોલ-બંધ કરવામાં આવતો હતો. વર્ષો જૂનો મણીયાર સ્ટ્રીટ પાસેનો દરવાજામાં હાલમાં ચણતર કરી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા શાળામા અભ્યાસ અર્થે આવતા જતા બાળકોએ સમરોલી ગામમાંથી પ્રવેશ કરી ચકરાવો કાપવાનો સમય આવ્યો છે.

ચૂંટણી સમયે આજ શાળા પર મતદાન બૂથ ઉભા કરવામાં આવે છે ત્યારે ચીખલીના રહીશોએ મતદાન કરવા માટે પણ સમરોલી ગામમાંથી ચીખલી પ્રા.શાળામાં જવાની નોબત આવી છે અને ચણતર કરી કાયમી ધોરણે દરવાજો બંધ કરી દેવામાં આવતા અનેક મુશ્કેલી વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ પણ વેઠવાનો સમય આવ્યો છે. બાબતને ધ્યાનમાં લઈ ચીખલીના માજી ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ શાહ દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી છે.

ચીખલી કુમાર-કન્યા શાળાની વચ્ચે વર્ષોજૂનો દરવાજો કાઢી રસ્તો બંધ કરવામાં આવતા રજૂઆત કરાઈ છે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમમા પણ અંગે રજૂઆત થઇ હતી

શાળાના આચાર્યએ અંગે ચીખલી પંચાયતમાં રજૂઆત કરી હતી

મુશ્કેલી અનુભવી રહ્યા છે

^પંચાયત મનસ્વી રીતે વહીવટ કરી રસ્તો બંધ કરી દે તે થોડુ ચાલે. વર્ષોથી જે રસ્તો શાળા વચ્ચે હતો બંધ કરી દેતા ગામના મતદારોએ પણ બીજા ગામમાંથી આવી મતદાન મથક ઉપર જવું પડશે. ગ્રામજનો સાથે વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. > રાકેશભાઈશાહ, માજીડેપ્યુટી સરપંચ, ચીખલી

સરપંચને રજૂઆત કરી

^આખા દિવસ દરમિયાન અનેક વાહનોની અવરજવર અને ન્યુસન્સ વધી જતા અમે કુમાર-કન્યાશાળાના આચાર્યએ સરપંચને રજૂઆત કરી હતી. શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને રાત્રિના સમયે પણ નુકસાન કરાતા રજૂઆત કરાઈ હતી. > નયનાબેનસી. પટેલ, આચાર્ય,ચીખલી કુમારશાળા

શાળાના આચાર્યોની રજૂઆત આવી હતી

^દરવાજાના કારણે લોકોની અવરજવર વધી ગઇ હતી.શાળાના આચાર્યોની રજૂઆત આવી હતી. જેને ધ્યાનમાં લઈ કન્યા અને કુમારશાળા વચ્ચે હતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. > જ્યોતિબેનકાયસ્થ, સરપંચ,ચીખલી

શાળાના વિદ્યાર્થીઓએ પણ સમરોલી જઇ ચીખલી શાળામાં જવાનો વારો

અન્ય સમાચારો પણ છે...