તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમરોલી રામનગર વિસ્તારમાં લોકફાળાથી કચરાપેટી મુકાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમરોલીનારામનગર વિસ્તારમાં વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના હેતુ સાથે લોકફાળાથી કચરાપેટી મુકવામાં આવી હતી.

તાલુકાના મુખ્ય મથકને અડીને આવેલા સમરોલી ગ્રામપંચાયતના રામનગર વિસ્તારમાં લોકભાગીદારીથી તૈયાર કરવામાં આવેલી કચરાપેટી ગામના સરપંચ સુમનભાઈ પટેલ, સામાજિક કાર્યકર મણીભાઈ લાડ, યોગેશ પરમાર, જીતુભાઈ પટેલ, શંકરભાઈ ગેરેજવાલા, નરસિંહભાઈ વગેરેની ઉપસ્થિતિમાં મુકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સમરોલી ગ્રા.પં.ના જલારામ સોસાયટી, વિકાસનગર, દર્શન સોસાયટી, કૃષ્ણનગર, સુંથારવાડ, કુંભારવાડ સહિત વિસ્તારના રહીશોએ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકફાળાથી સમગ્ર વિસ્તારમાં ત્રીસથી વધુ કચરાપેટી મુકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઈ સમરોલીના ગ્રામજનો દ્વારા ગામમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે સરકારી સહાય કે ગ્રાંટની પરવા કર્યા વિના લોકફાળાથી ઠેર ઠેર કચરાપેટી મુકવાનું હાથ ધરાયું છે. રામનગરના નરસિંહભાઈ સહિતના આગેવાનોનો સ્વચ્છતા અભિયાનમાં સિંહફાળો રહ્યો હતો. અન્ય ગામોના લોકો માટે પ્રેરણા સમાન કામગીરી સમરોલીના રામનગર સહિત આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

લોકો માટે પ્રેરણા સમાન કામગીરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો