તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલી બજાર મંડળીના રાઈસ મિલ વિભાગમાં વૃક્ષારોપણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લા પંચાયતના અધ્યક્ષ દિનેશભાઈ રણછોડભાઈ પટેલના અધ્યક્ષપદે મરોલી બજાર વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.નો દ્વિતીય વૃક્ષારોપણનો કાર્યક્રમ સંસ્થાના રાઈસ મિલ વિભાગમાં સોમવારે યોજાયો હતો. કાર્યક્રમમાં સભાસદો હાજર રહ્યા હતા. પ્રમુખના હસ્તે કેસર, આંબા કલમનું સભાસદોને વિતરણ તથા અન્ય ઈમારતી વૃક્ષોનું વિતરણ થયુંં હતું.

ગત વર્ષે યોજાયેલા વૃક્ષારોપણની સફળતા બાદ ચાલુ વર્ષે મરોલી મંડળી દ્વારા દરેક સભાસદો દીઠ એક ફળાઉ વૃક્ષ (કેસર કેરી) તેમજ ઈમારતી વૃક્ષો મળી કુલ 5000 વૃક્ષો મંડળીના કાર્યક્ષેત્રના તમામ ગામોમાં ટ્રીગાર્ડ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ, મરોલી સુગર ફેકટરીના પ્રમુખ પ્રવિણસિંહ, મહુવર ગ્રામપંચાયતના સરપંચ રણજીતસિંહની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું. જિ.પં. પ્રમુખ દ્વારા તેમના પ્રવચનમાં પર્યાવરણને ધ્યાને લઈ પંચવર્ષીય યોજના અંગે નાણાંકીય જોગવાઈ કરી તે એક સંસ્થાની સરાહનીય કામગીરી છે. સંસ્થાના માનદમંત્રી અમરીષભાઈ મહેતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મરોલી મંડળીમાં વૃક્ષારોપણ કરતા મહાનુભાવો.

5000 ફળાઉ અને ઇમારતી વૃક્ષોના રોપાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો