તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • કુકેરી | ચીખલીતાલુકાના સમરોલી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત

કુકેરી | ચીખલીતાલુકાના સમરોલી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી | ચીખલીતાલુકાના સમરોલી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી-શેરીએ સફાઇ કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી છે. સરપંચ સુમનભાઇ પટેલ સહિતના આગેવાનોના પ્રયત્નને પગલે કચરો વહન કરવા માટે એમપી ફેડમાંથી ટ્રેક્ટર માટે સાત લાખ રૂપિયાની ગ્રાંટ મહેર થતાં સફાઇ અભિયાનને પ્રોત્સાહન મળશે.સમરોલી ગ્રામ પંચાયત હાઇવે ઓવરબ્રીજ સહિતના વિસ્તારમાં સરપંચ સુમનભાઇ પટેલે પોતાની સીધી દેખરેખ હેઠળ સફાઇ ઝુંબેશ હાથ ધરી છે.સમરોલી ગ્રામપંચાયતમાં કચરોવહન કરવા માટે ટ્રેક્ટરની જરૂરિયાત અને ગામના સરપંચ સુમનભાઇ પટેલ સહિતના આગેવાનોની રજૂઆત ફળતા નવસારીના સાંસદ દ્વારા ટ્રેક્ટર માટે સાત લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી છે. વધુમાં બે માસ પૂર્વ સમરોલી રામનગર વિસ્તારના સામાજીક કાર્યકર નરસિંહભાઇ પટેલ,જયંતિભાઇ સીટવાળા વગેરેના પ્રયત્નોથી લોકફાળાથી સમરોલીના વિવિધ વિસ્તારમાં 36 કચરાપેટીઓ પણ ગોઠવવામાં આવી હતી. તસવીર- ભાસ્કર

સમરોલી ગ્રા.પં. દ્વારા સફાઈ કામગીરી

અન્ય સમાચારો પણ છે...