તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • વસવારીમાં યુવક પર ચાર લૂંટારુએ હુમલો કરી 2.67 લાખની લૂંંટ ચલાવી

વસવારીમાં યુવક પર ચાર લૂંટારુએ હુમલો કરી 2.67 લાખની લૂંંટ ચલાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારનીમોડી રાત્રે ગોથાણની અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતેની પોતાની દુકાન બંધ કરી કામરેજ તાલુકાના વેલંજા પોતાના ઘરે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે યુવાન પાસે મોટી રોકડ હોવાની બાબતે વાકેફ લૂંટારુ ટોળકીએ બે મોટર સાઈકલથી યુવકનો પીછો કરી સુરત સાયણ રોડ પર વસવારી ગામની સીમમાં લોખંડના પાઇપથી હુમલો કરી યુવકને મારમારી તેનો મોબાઈલ ફોન અને પોતાની પાસે રાખેલા રોકડા રૂપિયા મળી કુલ્લે 2,67,000 ની લૂંટ કર્યાની ચોંકાવનારી ઘટના બની હતી.

કામરેજ તાલુકાના વેલંજા ગામે રામવાટીકા વિભાગ-1 માં રહેતો અને ઓલપાડ તાલુકાના ગોથાણ ગામે આવેલ અંજની ઇન્ડસ્ટ્રી ખાતે અંકિત વાલજીભાઇ પીપળીયા મોબાઈલ શોપ ચલાવવા સાથે ઓનલાઇન મનીટ્રાન્સફરનું કામ કરે છે. સોમવારે રાત્રે 11.00 કલાકે દુકાન બંધ કરી રોકડ રકમ સાથે મોટર સાઈકલ નંબર (GJ- 5 FE 1094) પર ઘરે પરત જતી વેળાએ સુરત સાયણ રોડ પર વસવારી ગામ નજીક વણાંક પાસે બે મોટરસાઈકલ પર સવાર 4 અજાણ્યા ઈસમોએ અંકિતની બાઈકને આંતરી હતી. અને એક બાઈક પર પાછળ બેઠેલા ઈસમે અંકિત ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. જેથી અંકિતે ફરી તેનું બાઈક વસવારી ગામ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. સમયે અન્ય એક બાઈક ઉપર આવેલા બે લૂંટારુઓએ અંકિતને ટક્કર મારી હતી અને તે નીચે જમીન પર પટકાયો હતો.

ત્યાર બાદ લંટારુઓએ અંકિતના હાથમાંથી 2,39,000 રૂપિયાની રોકડ ભરેલી બેગ તથા પેન્ટના ખીસ્સામાં રાખેલા રોકડા 17,000 તથા મોબાઈલ ફોનની રૂપિયા 11,000 મળી કુલ્લે 2,67,000 ની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ મોટર સાઈકલ લઈને અમરોલી તરફ નાશી છૂટ્યા હતાં. જ્યારે ઘટના બાબતે સાયણ પોલીસને જાણ કરતા તુરંજ પોલીસ ઘટના સ્થરે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અને મંગળવારના રોજ ડોગસ્ક્વોર્ડની મદદ લીધી હતી.

રેકી કરી હોવાની આશંકા

લૂંટનીએમો જોતા ચોક્કસ હકીકતને આધારે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. ટ્રીપ આપી હોવાની પુરેપુરી શક્યતા છે. રેકી કરી હોવાની શક્યતા પણ છે. પોલીસ દિશામાં તપાસ શરૂ કરી છે.

મોં પર રૂમાલ બાંધ્યા હતા

વસરાવીગામે લૂંટ કરવા આવેલા ચાર લૂંટારુઓ પૈકીના બે મોં પર રૂમાલ બાંધેલા હતા. જ્યારે અન્ય બે લૂંટારુ ઓએ હેલ્મેટ પહેરેલી હતું. અંધકાર હોઈ લુટારુઓની સાથે તેમની મોટરસાઈકલોની પણ ઓળખ થઈ શકી હતી.

કારને પણ યેનકેન પ્રકારે અટકવાઈ છે

સુરતજિલ્લાનાં અંતરિયાર ગામો સુધી જતા માર્ગો પર રાત્રીના સમયે એકલતાનો લાભ ઉઠાવી મોટરસાઈકલ વાહન ચાલકો સાથે ફોર વહીલર કારને પણ યેનકેન પ્રકારે રોકાવી ચાલક સહિત અન્યોને ચપ્પુની અણીએ બાનમાં લેવા સાથે મારમારી લૂંટવામાં સક્રિય બનેલી ટોળકીએ સુરતથી સાયણ તરફ આવતો મુખ્ય માર્ગ કે જેના પર વાહનોની અવર જવર થતી હોય છે.

સાયણના વેપારી યુવાનની ફોરવહીલર કાર આંતરી બાઇક પર આવેલા લૂંટારુઓએ ચપ્પુ બતાવી રોકડ રકમની લૂંટ કર્યા બાદ હાઇવેથી વેલંજા ગામ તરફ આવતા પારડી ગામ નજીક આજ રીતે એક પરિવારને મારમારી લૂંટ ચલાવ્યા બાદ સાયણ નજીક ઉમરા ગામ રેલ્વે ફાટક પાસે વાહન ચાલક પર હુમલો કરી મારમારી રોકડ લૂંટી લેવાયા બાદ ગતરોજ ફરીવાર આવી મોડ્સ ઓપરેન્ડીથી સુરત સાયણ રોડ પર વાહન ચાલક યુવાનને આંતરી મોટી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્યારે કામરેજના વેલંજા તથા સાયણના વિસ્તારોમાં વાહન ચાલકોને આંતરી લૂંટ ચલાવવામાં સક્રિય બનેલી ટોળકીથી લોકો ફફડી ઉઠ્યા છે.

નંબર વગરની બાઈક પર આવી લૂંટ

મની ટ્રાન્સફરનું કામ કરતો યુવાન રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો

ટોળકીએ બે મોટરસાઈકલ પર યુવકનો પીછો કરી ઘેરી લીધો

અન્ય સમાચારો પણ છે...