• Gujarati News
  • બરબોધન ગામે 25000ની દાનપેટી લઈ ગઠિયો ભાગ્યો

બરબોધન ગામે 25000ની દાનપેટી લઈ ગઠિયો ભાગ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરનો પીછો કરાયો તો દાનપેટી નાંખી ભાગી છૂટ્યો, દાનપેટી અન્ય એક દંપતી ઉઠાવી ગયું

ભાસ્કરન્યૂઝ. ટકારમા

બરબોધનગામે જલારામ મંદિરમાંથી ગત 23મીના રોજ જલારામ મંદિરમાંથી મોટરસાઈકલ પર આવેલા યુવાન દાન પેટી લઈને ભાગી જવાની ઘટનામાં ટ્રસ્ટીઓ દ્વારા યુવાનનો પીછો કર્યા બાદ 25000 રૂપિયા ભરેલી દાન પેટી ભેસાણ ગામે મોટરસાઈકલ પર ભાગતો યુવાન નાસી ગયો હતો. અને ત્યારબાદ દાનપેટી એક દંપતી લઈ જવાની ઘટનામાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમ વિરુદ્ધ 25000 રૂપિયાની મત્તાની ચોરી નોંધાઈ હતી.

અોલપાડ તાલુકાના બરબોધન ગામે નવી કોલોનીમાં આવેલ જલારામ મંદિરમાંથી મોટરસાઈકલ પર આવેલો એક યુવાન દાનપેટી લઈને ભાગતો હતો. આથી નજીકમાં ક્રિકેટ રમતા યુવાનો યુવાનને જોઈ જતાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે યુવાનોએ ચોરનો પીછો કર્યો હતો.દરમિયાન ભેસાણ ગામે પેટ્રોલપંપ નજીક દાનપેટી લઈને ભાગતો યુવાન પાછળ પડેલા ટ્રસ્ટીઓ પર દાનપેટી ફેંકીને અમરોલી તરફ ભાગી છૂટ્યો હતો. ટ્રસ્ટીઓએ આમ છતાં ચોરનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ તસ્કર ભાગી છૂટ્યો હતો.

બીજી તરફ રસ્તામાં દાનપેટી હોવાની બાબતે મંદિરના ટ્રસ્ટી અજયભાઈ મહેતાએ ભેસાણ નજીક રહેતા તેમના મિત્રને જાણ કરી હતી. દાનપેટી રસ્તામાંથી લઈ લેવા જણાવ્યું હતું પરંતુ તેમના મિત્ર સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં દાનપેટી મળી હતી. દાનપેટી જે જગ્યાએ ફેંકી હતી ત્યાં નજીકમાં રહેતા એક માલધારી પરિવારને દાનપેટી અંગે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે એક દંપતિ નાના બાળક સાથે આવ્યું હતું. તેમણે દાનપેટી લીધી હતી અને તે ઈચ્છાપોર પોલીસમાં જમા કરાવવા જઈ રહ્યાં છે તેમ જણાવ્યું હતું.ત્યારબાદ મંદિરના ટ્રસ્ટી અને ગ્રામજનોએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી હતી પરતુ કોઈ પણ વ્યક્તિ દાનપેટી જમા કરાવવા આવ્યું હોવાનું જાણ થતાં આખરે અંગે આખરે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

યુવકે તક મળતાં દાનપેટી ચોરી

જલારામમંદિરનજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સ્પ્લેન્ડર (GJ-5KM-7446) લઈને એક યુવાન મેચ જોવા ઊભો રહ્યો હતો. ત્યારબાદ ચાર વાગ્યાની આસપાસ વ્યક્તિ ભીડઓછી છતાં 25 હજાર રૂપિયા પડેલી દાનપેટી મંદિરમાંથી ભાગતો હતો ત્યારે લોકોએ તેને જોઈ લીધો હતો. ઘણે દૂર સુધી પીછો કરવા છતાં ભેસાણ બાદ ટ્રાફિકનો લાભ લઈ યુવાન મોટરસાઈકલ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.