તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Maroli
 • ચીખલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીના અભાવે કામ નહીં થતા લોકોમાં કચવાટ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીના અભાવે કામ નહીં થતા લોકોમાં કચવાટ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીસબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી એસીબીના છટકામાં ઝડપાયા બાદ બે માસથી ઈનચાર્જથી કચેરીનું કામકાજ કારકુન કક્ષાના વ્યક્તિથી ચલાવાતા કાયમી સબ રજિસ્ટ્રારની નિમણૂક કરાતા મિલકતોની નોંધણી કરાવવા આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાની નોબત આવી છે.

સરકાર માટે દુઝણી ગાય સમાન સબરજિસ્ટ્રાર કચેરીમાં છેલ્લા બે માસથી અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવી નથી. ચીખલી તાલુકા મથક સહિત 67 ગામોના લોકોએ સબરજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીની ગેરહાજરીના કારણે ધરમધક્કા ખાવાની નોબત આવી છે. નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીની આવક પેટે સરકારને વર્ષે દિવસે લાખો રૂપિયાની આવક થાય છે. ચીખલી સબરજિસ્ટ્રાર કચેરીના સબરજિસ્ટ્રાર જૂના માસમાં નવસારી એસીબીની ટ્રેપમાં ઝડપાયા બાદ તેમની બદલી કચ્છ કરી દેવામાં આવી હતી અને ત્યારથી ચીખલી સબરજિસ્ટ્રારની જગ્યા ખાલી પડવા પામી છે. ખાલી પડેલી જગ્યા ઉપર બે માસ કરતા વધુ સમયગાળો વિતવા છતાં કાયમી નિમણૂક આપવામાં આવી નથી.

હાલ નવસારી કચેરીના કારકુન જયેશભાઈ પટેલને કામકાજ સોંપવામાં આવેલું છે. ઈનચાર્જ સબરજિસ્ટ્રાર પાસે ખેરગામ તાલુકાનો પણ ચાર્જ છે. તેઓ નવસારી કચેરીમાં સોમવાર અને ગુરૂવારે તો ખેરગામ શુક્રવારે જતા હોય છે એટલે ચીખલીમાં માંડ બે ત્રણ દિવસ મળતા હોય છે, જેના કારણે કામ અર્થે આવતા લોકોએ અધિકારીની ગેરહાજરીના કારણે કામ કરાવ્યા વિના વિલા મોંઢે પરત ફરવાની નોબત આવી છે. ચીખલી તાલુકા મથક સાથે સમરોલી, ખૂંધ, થાલા, મજીગામ, તલાવચોરા, સહિત ગામોનો વિકાસ મોટાપાયે થઈ રહ્યો છે. ગામો પણ વેપારી મથક તરીકે વિકસી રહ્યા હોવાથી જમીન-મિલકતના દસ્તાવેજોની નોંધણી સહિત કામો સબરજિસ્ટ્રાર કચેરીમાં વ્યાપક પ્રમાણમાં રહેતા હોય છે. જમીન, મકાન જેવી મિલકતોની નોંધણી ઉપરાંત લોનના કામોમાં મોર્ગેજ, ડીમોર્ગેજ સહિત કામો માટે પણ સબરજિસ્ટ્રાર કચેરીની જરૂરિયાત ઉભી થતી હોય છે.

હેડઓફિસમાં રજૂઆત કરી છે

^સ્ટાફનથી. અંગે સરકારમાં, હેડ ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સ્ટાફ નથી અને ભરતીની સમસ્યા છે. >જી.આર. પટેલ,નોંધણીનિરીક્ષક, સુરત વિભાગ

બે મહિના અગાઉ અધિકારી એસીબીના છટકામાં પકડાયા હતા

67 ગામના લોકો માટે અઠવાડિયામાં ત્રણ દિવસ કારકૂન હાજર હોય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો