તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • ભિલાડ |ઉમરગામ તાલુકા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ દિલીપભાઈ ભંડારી

ભિલાડ |ઉમરગામ તાલુકા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ દિલીપભાઈ ભંડારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલાડ |ઉમરગામ તાલુકા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ દિલીપભાઈ ભંડારી દ્વારા પ્રદેશ કક્ષાની સૂચનાથી ઉમરગામ તાલુકામાં મોદી વિચાર મંચનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફરી સત્તા પર બેસાડવા તથા બુથ કક્ષાએ સંગઠન મજબૂત કરવા ઉમરગામ તાલુકામાં નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ દિલીપભાઈ ભંડારી (સરીગામ) પ્રદેશ કક્ષાએથી મળેલી સૂચનાથી નરેન્દ્ર મોદી વિચાર મંચનું વિસ્તરણ કર્યું છે.જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના મહામંત્રી તરીકે પ્રવીણભાઈ માંહ્યવંશી(મરોલી) અને ભુલાભાઈ આહીર(સરીગામ)ને જવાબદારી સોંપી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ આહીર(ભિલાડ), શેખરભાઈ આરેકર(સરીગામ), નિમેશભાઈ કોળી (ફણસા) અને વિનોદભાઈ રાઉત (ભાઠીકરમબેલીને કમાન સોંપી છે. જયારે મંત્રી તરીકે અરવિંદભાઇ પસારીયા(માંડા), મહેશભાઈમાંહ્યવંશી(ડહેલી), અસલમખાન (સરીગામ), ભદ્રેશભાઈ પાંચાલ (ખતલવાડા)ની પસંદગી કરી છે. જેનાથી તાલુકા ભાજપ પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

ઉમરગામમાં નરેન્દ્ર મોદી વિચાર મંચનું વિસ્તરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...