• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • ભાસ્કર િવશેષ | લોકો એક કિલોમીટર ચાલી દરિયાકિનારે પહોંચ્યા, મરોલી ફાટક વધુુ સમય બંધ રહેતાં ટ્રાફિ

ભાસ્કર િવશેષ | લોકો એક કિલોમીટર ચાલી દરિયાકિનારે પહોંચ્યા, મરોલી ફાટક વધુુ સમય બંધ રહેતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટના દરિયાકિનારે હોળી-ધુળેટીના તહેવારના દિને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

જલાલપોર તાલુકાના ઉભરાંટના દરિયાકિનારે રવિ-સોમવારે હોળી અને ધૂળેટીના પર્વ અને રજા હોય સુરતીલાલાઓ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયામાં મજા માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉભરાંટ રોડ મોટી સંખ્યામાં સહેલાણીઓના નાના મોટા વાહનોથી ધમધમતો રહ્યો હતો. વધુ વાહનો આવતા પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ હતી. લોકોને કિનારા સુધી પહોંચવા માટે 1 કિ.મી. સુધી ગાડી પાર્ક કરી ચાલતા જવુ પડ્યું હતું. જલાલપોર પોલીસ તથા ઉભરાંટ પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોનું યોગ્ય રીતે પાર્કિંગ કરાવ્યું હતું. દરિયાકિનારે કોઈ અનિચ્છનીય ઘટના બને માટે 15 હોમગાર્ડ જવાનો ગોઠવવામા આવ્યા હતા. જેમાં 5 જવાનોને લાઈફ રિંગ તથા જેકેટ આપવામાં આવ્યા હતા. દિને કોઈ ઘટના બન હતી. જલાલપોર તાલુકાના પીઆઈ ચૂડાસમા તથા પીએસઆઈ ગોહિલ ઉભરાંટ બીચ ઉપર હાજર રહ્યા હતા. ઉભરાંટ દરિયાકિનારે સુરત તેમજ આજુબાજુના વિસ્તારમાંથી સહેલાણી ઉમટી પડતા મરોલી રેલવે ફાટક વધુ સમય બંધ રહેતા વાહનોની લાંબી કતાર લાગી હતી. લોકોને ફાટક ક્રોસ કરવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડ્યું હતું, જેથી પ્રવાસીઓ સમયસર પોતાના સ્થાને પહોંચી શક્યા હતા.

ઉભરાટના દરિયાકિનારે ઉમટી પડેલા સહેલાણીઓ. તસવીર-વિનોદ ટંડેલ

ધુળેટી પર્વે ઉભરાટ કિનારે માનવ મહેરામણ ઉમટ્યો

અન્ય સમાચારો પણ છે...