બમરોલીની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન આખરે ઉતારાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાબમરોલી ગામે આવેલ પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરિત બની જતા બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા હતા. જે અંગે બમરોલીના ડેપ્યુટી સરપંચ દ્વારા જવાબદાર તંત્રને જાણ કરી મકાન તોડી નવું મકાન બનાવવા જણાવ્યું હતું. પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી હાથ ધરતા આખર અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવી સ્કૂલને તોડી નાંખવામાં આવી હતી. અને ત્યાજ નવી સ્કૂલ બનાવવાનું નક્કી થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

બારડોલી તાલુકાના બમરોલી ગામે આવેલ સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાનું મકાન અત્યંત જર્જરિત બની ગયું હતું. અને મકાનમાં બેસી વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. જે અંગે બમરોલી ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ સોલંકીએ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે માટે જવાબદાર તંત્રને જાણ કરી હતી. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા સ્કૂલનાં ઓરડાનો ખૂણાનો ભાગ તૂટી પડ્યો હતો. જે બનાવ અંગે મહેન્દ્રસિંહ સોલંકીએ દિવ્ય ભાસ્કરમાં 12-7-2017 નાં રોજ અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને પ્રાથમિક શાળાના જર્જરિત મકાનને તોડી નાંખવામાં આવ્યું હતું.

બાળકોને હાલ અન્ય સ્થળે ભણાવ‌‌‌વું પડે છે

^હાલમાં બાળકોને અભ્યાસ માટે સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ અન્ય એક મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. > અરવિંદભાઈપટેલ, શિક્ષક,બમરોલી પ્રાથમિક શાળા

દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

અન્ય સમાચારો પણ છે...