તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમરોલી કેસલી માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમરોલીકેસલી માર્ગ ઉપર ચોમાસાની શરૂઆતમાં ઠેર ઠેર ખાડાઓ પડતા માર્ગના બેહાલ થતા વાહન ચાલકોએ થાતના વેઠવાની નોબત આવી છે.ચીખલી અટગામ મુખ્ય જિલ્લા માર્ગ ગણદેવી તાલુકાના કેસલી ગામને જોડે છે.

બે તાલુકાને જોડતા સમરોલી કેસલી માર્ગ સ્થિત સમરોલીમાં દેનાબેંક, સુથારવાડ, કુંભારવાડથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધીના વિસ્તારમાં માર્ગનું અસ્તિત્વ રહેવા પામ્યું નથી. આજ સ્થિતિ માર્ગ ઉપર સમરોલીના ઘોડ ફળિયા વિસ્તારમાં પણ છે.

માર્ગની સપાટી ઠેર ઠેર તૂટી જવા સાથે ખાડાઓનું સામ્રાજ્યને પગલે વાહન ચાલકોએ વાહન ક્યાં ચલાવવું તે પણ મુશ્કેલ બન્યું છે અને ખાડાઓમાં પાણી ભરાઇ રહેવાથી ગંદકી પણ ફેલાવા પામી છે.

સમરોલીના કુંભારવાડથી આગળ દર્શન સોસાયટી, રામનગર સહિતની સોસાયટીઓનો મોટો રહેણાંક વિસ્તાર આવેલ છે, જેમાં વિસ્તારના લોકોની અવર જવર માટેના મુખ્ય માર્ગની બદતર હાલતથી લોકો પરેશાન થઇ જવા પામ્યા છે. ઉપરાંત આજ માર્ગ ઉપર મંદિર અને શાળાઓ પણ આવેલ હોય વિદ્યાર્થીઓએ પણ મુશકેલી વેઠવી પડી રહી છે. સમરોલી વિસ્તારના લોકોની ખેતીવાડીનો વિસ્તાર પણ આજ માર્ગને અડીને આવેલ હોય ગામના ખેડૂતોએ પણ હાલાકી ભોગવવાની નોબત આવી છે.

ચોમાસાની શરૂઆતના વરસાદમાં સમરોલીથી કેસલી જતો માર્ગ ઠેર ઠેર ખાડાઓ સાથે બદતર બનતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા છે. ત્યારે માત્ર પંચાયત દ્વારા માર્ગની સત્વરે મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચોમાસાની હજુ શરૂઆત છે. ત્યારે હાલે મરામત કરવામાં આવશે તો વરસાદમાં માર્ગ સંપૂર્ણપણે ધોવાઇ જશે અને અસ્તિત્વ મટી જાય તો નવાઇ નહિ.

સમરોલી કેસલી માર્ગ કે જે ચોમાસાના દિવસોમાં બિસ્માર બનતા લોકો પરેશાની ભોગવી રહયા છે. તસવીર-પ્રશાંતસિંહ પરમાર

માર્ગની મરામત થવી જોઇએ

^સમરોલીકેસલી વિભાગની જનતા માટે માર્ગ જીવાદોરી સમાન છે અને અતિ મહત્વનો માર્ગ બિસ્માર બનતા જનતા પરેશાની ભોગવી રહી છે. ત્યારે માર્ગમકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગની તાત્કાલીક મરામત કરી યોગ્ય કરી અકસ્માત નિવારવા જોઇએ.> સંજયભાઇપટેલ,માજી કારોબારીઅધ્યક્ષ,સમરોલી

જનતા પરેશાની ભોગવી રહી છે

^સમરોલીકેસલી માર્ગ કે જે ચીખલી અને ગણદેવીને જોડતો અતિમહત્વનો માર્ગ છે અને ખાસ કરીને વેપાર કામ ધંધા અર્થે આવતા લોકો માર્ગનો ઉપયોગ મોટા પ્રમાણે કરતા આવ્યા છે. ત્યારે માર્ગ હાલમાં ચોમાસાના દિવસોમાં બિસ્માર બનતા જનતા ભારે પરેશાની ભોગવી રહી માર્ગની મરામત કરવી ઘણી જરૂરી છે.> શંકરભાઇપટેલ,રહીશ,સમરોલી

ચોમાસાના દિવીોમાં માર્ગ જોખમી

^સમરોલીવિસ્તારના ઘણા રસ્તા બિસ્માર છે ત્યારે અતિ ઉપયોગી બનતા કેસલી સમરોલીનો બિસ્માર બનેલા માર્ગ પર ખાડા પડતા ચોમાસાના દિવસોમાં માર્ગ જોખમી બન્યો છે. ત્યારે માર્ગનો ઉપયોગ જોતા માર્ગની તાત્કાલીક મરામત કરવી ઘણી જરૂરી છે જેથી લોકો સારી રીતે ઉપયોગ કરી શકે.> શાંતિલાલપટેલ,માજી સભ્ય,ગ્રામપંચાયત

ગણદેવી અને ચીખલી બે તાલુકાને જોડતા સમરોલી કેસલી માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને જોખમ

અન્ય સમાચારો પણ છે...