તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેલવાડા ગામનો યુવક ભૂલથી ઝેરી દવા પી જતાં તબિયત લથડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના દેલવાડા ગામનો યુવાન ખાંસીની દવા સાથે ભૂલથી જંતુનાશક દવા પી જતા યુવાનની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક મરોલી સીએચસી અને તે પછી યશફીન હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. ઘટનાની હોસ્પિટલના પીઆરઓ અસ્પાકભાઈએ જલાલપોર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ હાથધરી છે.

પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ જલાલપોર તાલુકાના દેલવાડા ગામે રહેતા મનોજભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ. 27)ની તબિયત સારી હતી. શરદી અને ખાંસી થવાને કારણે તેણે સારા થવા માટે દવા લીધી હતી. શરદી-ખાંસી મટાડવા લીધેલી દવાની સાથે ભૂલથી મનોજભાઈ પટેલ ખેતીમાં નાંખવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. જેથી તેની તબિયત લથડી હતી. પરિવારના સભ્યોને તેની જાણ થતા સૌ પ્રથમ મનોજને તાત્કાલિક મરોલી સીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની તબિયત વધુ લથડતા તાત્કાલિક નવસારીની યશફીન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે બેભાન અવસ્થામાં છે. જોકે તે હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે. ઘટનાની હોસ્પિટલના પીઆરઓ અસ્પાકે જાણ કરતા જલાલપોર પોલીસે તેની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારને જાણ થતાં સીએચસીમાં સારવાર માટે લઇ ગયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો