તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદવિચારોનું સર્જન સારા વાતાવરણથી જ થાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી | મરોલી બજાર સ્થિત શ્વે મૂ.પૂ.જૈન સંઘમાં પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતુ કે જીવનની ચાદરના ડાઘ ધોવા માટે મનુષ્યભવ આપણને મળ્યો છે. બેડસીટની જેટલી ચિંતા કરો છો એના કરતાં વધુ ચિંતા જીવનરૂપી ચાદરની કરવાની છે. બહારના ડાઘ આપણને દેખાય છે, પણ અંદરના ડાઘ દેખાતા નથી. અંદરના ડાઘ જોવા માટે સદગુરૂની કૃપા જરૂરી છે. થિન્ક, થેન્ક્સ અને થ્રો આ ત્રિપદી આપણા જીવનમાં આવી જાય તો બેડો પાર થઇ જાય. આજના માણસનું સ્ટેટ બેંક, યુકો બેંક, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં એકાઉન્ટ છે પણ ‘થિન્ક બેંક’ માં એકાઉન્ટ નથી જેથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાં સમસ્યાઓ ઉદભવી છે. સારું વિચારશો તો સારું થશે. સદવિચારોનું સર્જન સારા વાતાવરણથી થાય છે. આજે સર્વત્ર વાતાવરણ બગડતું જાય છે. વાતાવરણમાં સુધારાની શરૂઆત ઘરથી કરવી પડશે. પારિવારીક સમસ્યાઓનું ઉન્મૂલન કર્યા વિના સમાજ કે રાષ્ટ્રની સમસ્યાઓનું સોલ્યુશન નહીં આવે. નકારાત્મક અભિગમ ખસેડીને હકારાત્મક અભિગમ લાવો. પરિવાર, સમાજ અને રાષ્ટ્રનો કચરો સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવવું પડશે. રસ્તા ઉપરના અને ગલીઓના કચરા દેખાય છે પણ પૂર્વગ્રહના કચરા દેખાતા નથી. જ્યાં સુધી આ કચરો સાફ નહીં થાય ત્યાં સુધી સ્વસ્થ અને સ્વચ્છ સમાજ, પરિવાર કે રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. તમારી ઉપર જેણે ઉપકારોની હેલીઓ વરસાવી છે તેમને યાદ કરીને આભાર પ્રદર્શિત કરો.

અન્ય સમાચારો પણ છે...