તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરોલીમાં બંધ ઘરમાંથી ~ 15000 રોકડા સહિત 65 હજારની ચોરી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવર-મરોલીમાંરાજારોડ પર લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં 5 દિવસ ઘર બંધ રહેતાં મધરાત્રે તસ્કરોએ ઘરને નિશાનો બનાવી 65 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મરોલીમાં મરોલી બજાર,રાજારોડ પર લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં રહેતા પ્રકાશ ચંદ્ર નવિનચંદ્ર ભટ્ટ તેમજ એમના પત્ની દિવ્યાબેન ભટ્ટ તા.3 સપ્ટેમ્બરના દિને આંધ્રપ્રદેશમાં ગુરુમહારાજાનાં જન્મસ્થાને દર્શન કરવા ગયા હતાં ત્યાં એક અઠવાડિયુ રોકાયા હતા તે દરમિયાન ગુરુવારથી સાંજે ચોર ઇસમે અંધારાનો લાભ લઇ ઘરના દરવાજાને મારેલું તાળુ તથા નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરમાં લગાવેલું એલ.સી.ડી ટીવી તેમજ કબાટનું તાળુ તોડી તેમાં મુકેલા રોકડા રૂ.15 હજાર 15 ગ્રામ સોનુ તેમજ ત્રણ કબાટના લોક તોડી કબાટને નુકસાન કર્યુ હતું,કુલ મળી રૂ.65 હજારની મતાની ચોરી કરી નાસી ગયા હતાં.

ગણેશજીનો તેહવાર હોવા છતાં તસ્કરોએ ચોરી કરી હતી.આ બાબતે તેમના ઘરની બાજુમાં રહેતા અનિલભાઇએ પ્રકાશભાઇના પુત્ર કલ્પેશને જાણ કરી હતી તેઓ ભરૂચ રહે છે. કલ્પેશભાઇએ એમના પિતાને જાણ કરી હતી,પ્રકાશભાઇ તા-11 સપ્ટેમ્બરેના દિને પરત આવી ઘરમાં તપાસ કરતા એલ.સી.ડી ટીવી,સોનુ,રોકડ રકમ મળી કુલ 65 હજારની ચોરી થઇ એવું જણાવ્યું હતું.આ ઘટના અંગે પ્રકાશભાઇએ મરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જલાલપોર પોલીસ ચોરી અંગે તપાસ કરી રહ્યા છે,અગાઉ મરોલી વિસ્તારમાંચોરીના બનાવો બન્યા હતાં.પરંતુ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચોરીના બનાવો પ્રકાશમાં આવતા નથી ઉપરાંત મરોલીનો વિકાસ થઇ રહ્યો છે.24 ગામડા હોવા છતા સ્ટાફ ઓછો હોવાથી પહોંચી શકતી નથી આથી પોલીસ સ્ટાફ વધારે એવી માંગ ઉઠી છે.

ચોરટાઓએ કરેલો વેરવિખેર સામાન.તસવીર- વિનોદટંડેલ

તસ્કરો એલસીડી ટીવી અને દાગીનાની પણ ચોરી કરી ગયા

ગણપતિ ઉત્સવ ચાલતો હોવા છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો