ઉભરાટ રોડ પર બાવળોથી અકસ્માતનો ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉભરાટરોડ ઉપર બાવળો અને માટીથી અકસ્માતનો ભય જલાલપોર તાલુકાના મરોલીથી ઉભરાટ વિહારધામ જતા રોડની સાઇટ ખોદી માટી તથા બાવળો રોડ ઉપર નાખતા વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહયો છે.

ઉભરાટ રોડ ઉપર નિમળાઇથી ઉભરાટ તરફ જવાના માર્ગ પર નિમળાઇની હદમાં જેસીબીથી રોડની સાઇડ પરથી માટી તથા બાવળો ખોદી રોડ ઉપર નાખવામાં આવ્યા છે. નાખવામાં આવેલ માટી અને બાવળો કેટલાય સમયથી રોડ ઉપર જોવા મળે છે. માટી અને બાવળોના કારણે રોડ ભયજનક બન્યો છે. માર્ગ ઉપરથી ઉભરાટ જનારા પ્રવાસીઓની અવર જવર વધુ હોય છે. માર્ગ ઉપરથી અવર જવર કરનારા વાહન ચાલકોને રાત્રીનાં સમયગાળામાં નાંખવામાં આવેલ માટી તેમજ બાવળોનો અંદાજ રહેતા અકસ્માત પણ થઇ શકે છે. ઉભરાટ માર્ગ ઉપર વધુ અકસ્માતો થતા કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. માટીથી અકસ્માતનો ભોગ બને માટે માટીને રોડ ઉપરથી દૂર કરવામાં આવે જરૂરી છે.

ઉભરાટ જવાના રોડ ઉપર નીમળાઇથી આશરે 1 કિલોમીટરનાં અંતરે કોઇ કારણસર રોડની સાઇડ પરથી માટી અને બાવળો ખોદી રોડ પર નાખવામાં આવ્યા છે. માટીથી ઉભરાટ તરફ જતો રોડ અડધો બંધ થઇ ચૂક્યો છે. વાહન ચાલકોને ઉભરાટ તરફથી આવતા માર્ગ ઉપરથી પસાર થવુ પડે છે, આથી વહેલી તકે વહીવટીતંત્રએ રોડ ઉપરથી માટી અને બાવળો દૂર કરવામાં આવે એવી અહીથી અવર જવર કરતા લોકોની માંગ છે.

અંગે વહીવટતંત્રને રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાબતની તપાસ કરી વહેલી તકે રોડ ઉપર નાખવામાં આવેલી માટી અને બાવળોને દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવશે. અંગે ઉભરાટના સરપંચ નિલેશભાઇએ નિમળાઇ ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને અધિકારીઓને જાણ કરવાનું જણાવ્યું હતું.

મરોલીથી ઉભરાટ જતાં માર્ગ પર પથરાઇ ગયેલા બાવળો. તસવીર-વિનોદટંડેલ

માર્ગ પર દિવસ દરમિયાન રોજિંદા વાહનચાલકો ઉપરાંત પ્રવાસીઓના વાહનો વધુ પસાર થાય છે

અન્ય સમાચારો પણ છે...