તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગોની જેમ ખેડૂતોને પણ 24 કલાક વીજ પુરવઠો આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડભંડારી હોલમાં 10 જુલાઇએ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઉમરગામ તાલુકાના વીજ પ્રશ્નોના નિકાલ માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધરતી પુત્રોને બે માસ સુધી વીજ પ્રવાહ મળવા ,વારંવાર વીજળી ડૂલ થવી,ફયુઝ વગરની ડીપી, બોક્સ તથા જુના જર્જરિત વીજ તારો તૂટવા અંગે ની સેંકડો ફરિયાદો ઉઠી હતી.આ લોક દરબારમાં ખેડૂતોએ ઉદ્યોગોને જે રીતે 24 કલાક વીજ પુરવઠો આપવામાં આવે તે રીતે વીજ પુરવઠો પુરો પાડવા માગ થઇ હતી.

ઉમરગામ તાલુકાના ભીલાડ અને સરીગામ વિસ્તારમાં વીજ ધાંધીયાથી આમ જનતા અને ખેડૂતો પરેશાન છે.વીજ સમસ્યાથી ત્રાહિમામ પોકારી સડક પર ઉતરેલાં લોકો સામે વીજ કંપની ના કર્મચારી ને મારમારવાનો બનાવ પણ થોડા દિવસો પહેલા બન્યો હતો.આ અંગે ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ હતી.ત્યારે વીજ સમસ્યાના પ્રશ્નો નિવારવા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આયોજિત લોક દરબારમાં ઉમરગામ તાલુકા ધારાસભ્ય રમણ પાટકર,જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખ અનિતાબેન પટેલ સહિત તાલુકા વિસ્તારમાં વીજ પ્રશ્નો લઈ ખેડૂતો અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ખેતી વાડી ક્ષેત્રે આપવામાં આવતી વીજળીની લાઈનોના તાર 25 વર્ષ કે તેથી વધુ જૂના હોય અને રિપેર કરાતા વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા હોવાનું અને તેનાથી માણસ અને પશુઅો મોત ને ભેટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી.બોરલાઈ ,એકલારા,ફણસા, મરોલી,સહિત અન્યો વિસ્તારમાં ખેતીની લાઈન બંધ હાલત માં હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

ઉમરગામ લોકદરબારમાં પ્રશ્નોની ઝડી વરસી

અન્ય સમાચારો પણ છે...