તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બમરોલી પ્રાથમિક શાળાના ઓરડાનો હિસ્સો ધરાશાયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના બમરોલીની પ્રાથમિક શાળાની દિવાલનો ખૂણાનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, રાત્રિના ઘટના બનતા કોઇ જાનહાની થઇ હતી.

સુરત જિલ્લા પંચાયત સંચાલિત બારડોલી તાલુકાના બમરોલી ગામે આવેલ પ્રાથમિક શાળાનું મકાન અંત્યંત જર્જરિત હાલતમાં હોય જે મકાનને લઇ ચોમાસા દરમિયાન વાવાઝોડામાં મકાન ધરાશાયી થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેના ભાગ રૂપે બમરોલી ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ સોલંકીએ આગમચેતી ભાગરૂપે જવાબદાર અધિકારીઓ તેમજ કાર્યપાલક ઈજનેરને તા-28-6-2017 નાં રોજ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતા અને ગતરોજ રાત્રીના 8 વાગ્યાના સુમારે પ્રાથમિક શાળાની દિવાલનો એક બાજુનો ખૂણાંનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જોકે, રાત્રીના સમયે ઘટના બનતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અને દિવાલનો એક સાઈટના ખૂણાનો ભાગ તૂટી પડતા મકાનની દીવાલોની પકડ છુટી ગઈ છે. અને બાકી રહેલી દીવાલો પાર પણ મસમોટી તિરાડો પડી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...