તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરોલીમાં ચહેરમાતાના મંદિરે ભક્તોએ ગુરૂપૂર્ણિમા ઊજવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવરમરોલીમાં રેલવે સ્ટેશન નજીક આવેલું ચહેરમાતાના મંદિરે ગુજરાત રાજ્ય તેમજ આજુબાજુના રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે મંદિરે પધાર્યા હતા.ચહેરમાતાનું મંદિર ચહેરધામ તરીકે ઓળખાય છે.ચહેરમાતાના પરમ ઉપાસક એવા દિનેશ મહારાજ માતાજી તરીકે ઓળખાય છે. દિનેશ મહારાજને ગુરૂ તરીકે માનનારાઓએ આશીર્વચન લીધા હતા.દિનેશ મહારાજે આવનારા દરેક ભક્તોને આશીર્વચન આપ્યા હતા. તા.9 જુલાઇએ રજાનો દિવસ હોવાથી હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા. ભક્તોના નાના મોટા વાહનની લાંબી કતાર લાગી હતી.લોકોએ રોડ ઉપર ગાડીઓ પાર્ક કરી હતી. ચહેરમાતાના મંદિરે આવનાર દરેક ભક્તોએ ગુરૂપૂજન કરી ઉજવણી કરી હતી. માતાજીના મંદિરે જઇ દર્શન કર્યા હતા. 8 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરે દર પૂનમ તેમજ સુદ પાચમના દિને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...