તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોન્ડ નજીકથી 1.29 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપોલીસે નેશનલ હાઇવે ઉપર હોન્ડ પાટીયા પાસેથી કારમાંથી 1.29 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી કુલ 4.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે જેટલાની ધરપકડ કરી વધૂ તપાસ હાથ ધરી હતી.

ખાનગી બાતમીના આધારે પોલીસે રાત્રી દરમિયાન નેશનલ હાઇવે ઉપર વોચ ગોઠવી હોન્ડ પાટીયા પાસે સુરત તરફ જઇ રહેલ કાર નંબર એમએચ-04-એઇ-0511 ને અટકાવી તપાસ કરતા તેમાંથી બીયર-વીસકીની નાની-મોટી બોટલ નંગ 556નો 1,29,500/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી સાથે બે મોબાઇલ ફોન અને કિંમત 3 લાખ રૂપિયા મળી કુલ 4,30,500/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મુદ્દામાલ સાથે કિશન શાંતિલાલ ખટીક (ઉ.વ.23)(રહે.લિંબાયત સુરત મૂળ રહે ખાખડ રાજસ્થાન) તથા ગણપત કિશોર ખટીક (રહે.તારવાડી અમરોલી સુરત મૂળ રાજસ્થાન) ને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.બી.વસાવાએ હાથ ધરી હતી.

4.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો