• Gujarati News
  • સ્વામીનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સ્વામીનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીનાસમરોલીમાં બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા તૈયાર થયેલા નવનિર્માણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્રણ દિવસના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નગરયાત્રા, પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી મહોત્સવ, વિશ્વશાંતિ મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં હરિભક્તો ઉમટી પડશે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શનિવારે 29મી નવેમ્બરના નગરયાત્રા નીકળશે. બીજા દિવસે રવિવારના રોજ યોજાનાર વિશ્વશાંતિ મહાયજ્ઞમાં 1500 જેટલા દંપતી ભાગ લેશે. ઉપરાંત રવિવારે સાંજે વિશાળ મહિલા સંમેલન પણ યોજાશે. 1લી ડિસેમ્બર સોમવારના રોજ સ્વામીનારાયણ મહારાજ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામજી મહારાજ, રાધાકૃષ્ણદેવ, ગુણાતીત ગુરૂ પરંપરા ગણપતિજી, હનુમાનજીની મૂર્તિઓની શાસ્ત્રોકતવિધિ સંસ્થાના સંત ઈશ્વરણસ્વામીના હસ્તે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં થશે.