કાંઠાના ગામોમાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા દવાનો છંટકાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરતાલુકાના મરોલી વિસ્તારમાં દરિયાકાંઠા પર આવેલા દીવાદાંડી-માછીવાડ તથા બોરસી ગામોમાં ઘરે ઘરે જઈ આરોગ્ય ખાતા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ વધે માટે દવા છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વાંસદાથી સ્પ્રેંગ ટીમને બોલાવી દીપલા પીએચસીનું સબસેન્ટર દીવાદાંડી-માછીવાડ તથા બોરસી ગામમાં દીપલા પીએચસીના સુપરવાઈઝર પ્રભુભાઈ ચૌધરી તથા વર્કર કમલેશભાઈ રાવલ, વાંસદાથી આવેલી સ્પ્રેંગ ટીમ સાથે રહી છે દિવસ સુધી ઘરે ઘરે જઈ મચ્છરોનો ઉપદ્રવ વધે તથા મચ્છરોથી વધતી માંદગી વધે માટે જંતુનાશક દવા છાંટવામાં આવી રહી છે.

પ્રભુભાઈના જણાવ્યા મુજબ દવાની અસર અઢી મહિના સુધી રહે છે ત્યારબાદ ફરી દવાનો છંટકાવ કરવામાં આવશે. ગત વર્ષે ઓકટોબર મહિનામાં વિસ્તારમાં મચ્છરોના કારણે માંદગીનું પ્રમાણ વધતા આરોગ્ય ખાતુ દોડતુ થયું હતું અને 20 દિવસ સુધી માંદગીમાં ફસાયેલુ હતું. ગામો માંદગીની ઝપેટમાં આવે માટે ઘરે ઘરે દવાનો છંટકાવ નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓએ વાંસદાથી સ્પ્રેંગ ટીમને બોલાવી કરાવ્યો હતો.

કાંઠાના ગામોમાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા દવાનો છંટકાવ.

અન્ય સમાચારો પણ છે...