• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Maroli
  • ગણદેવીમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં એરૂ ઈલેવન ચેમ્પિયન

ગણદેવીમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં એરૂ ઈલેવન ચેમ્પિયન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી: નવરચિતક્રિકેટ ફ્રેન્ડસ ગૃપ દ્વારા સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ગણદેવી પોલિસ પરેડ ગ્રાઉન્ડનું બંધાર પર યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટને ક્રિકેટ પ્રેમીઓએ માણી હતી. ટુર્નામેન્ટમાં એરૂ ઈલેવન ચેમ્પિયન બની હતી.

દક્ષિણ ગુજરાતના ભરૂચથી વાપી, ઉમરગામ સુધીની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોવાનું આયોજકો ક્રિકેટ ફ્રેન્ડસ ગૃપે જણાવ્યું હતું. ફાઇનલ મેચ એરૂ ઈલેવન અને સમરોલી ઈલેવન વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં ટાઈ થતા ઉત્તેજનના ફેલાઇ હતી. બાદમાં ટોસ ઉછાળતા એરૂ ઇલેવનને ચેમ્પિયન ઘોષિત કરાઈ હતી. જ્યારે સમરોલી ઈલેવન રનર્સઅપ બની હતી. વિજેતા ટીમ એરૂ ઈલેવનને ચેમ્પિયન ટ્રોફી તથા રોકડ ઈનામ એનાયત થયા હતા. જ્યારે રનર્સઅપ સમરોલી ઇલેવનને રનર્સઅફ ટ્રોફી અને રોકડ ઈનામ અપાયા હતા. ઉપરાંત મેન ઓફ ધી મેચ મોહિત વશી, બેસ્ટ બોલર સાહિલ શેખને પણ રોકડ અને ટ્રોફી એનાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...