તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતો પર અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ આવેદન આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પર અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ આવેદન આપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાંદલિતો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં 20મી જુલાઈના રોજ જિલ્લા સ્તરે સ્વાધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં બારડોલી ખાતે બુધવારના રોજ સવારના 11 વાગ્યે સુરત જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં એસ.ડી.એમ.ને આવેદનપત્ર આપવામાં આવશે.

બારડોલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ મનહરભાઇ પટેલે જણાવ્યુ હતું કે દલિતો પર 20 વર્ષથી અત્યાચાર થઈ રહ્યો છે. ઊનામાં બનેલી ઘટના સમગ્ર દેશ માટે શરમજનક છે. ત્યારે ભાજપના ધારાસભ્યો બાબતે એક શબ્દ પણ બોલતા નથી. અમે સમાનતાની વાત કરીએ છીએ જ્યારે સરકાર સમરસતાની વાત કરે છે. સરકાર સમરસતાના નામે અનુસુચિત જાતિના હક્કો છીનવી લેવા માંગે છે. આવા દલિતોના અનેક પ્રશ્નોને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા 20મી જુલાઈના રોજ તલાવડી મેદાન નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી તાલુકા સેવા સદન સુધી સ્વાધિકાર રેલી યોજી બારડોલી એસડીએમને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. પ્રદેશ એસસી વિભાગના કન્વીનર તરુણ વાઘેલાએ જણાવ્યુ હતું કે 20 જુલાઈ 1942ના રોજ ઓલ ઈન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના અધિવેશનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’નું સૂત્ર આપ્યું હોય સ્વાધિકાર આંદોલનની રેલી માટે દિવસની પસંદગી કરવામાં આવી છે. તેમણે માંડવી નગરપાલિકા અને બારડોલી તાલુકામાં સરપંચની બેઠક માટે એક પણ સીટ અનુ જાતિ માટે ફાળવવામાં નહીં આવી હોય તેની સામે પણ લડત ચાલુ રાખવાનું જણાવ્યુ હતું. પ્રસંગે સુરત જિલ્લા અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, માજી પ્રમુખ પરેશ ચૌહાણ અને પ્રવકતા વિનોદ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો