• Gujarati News
  • National
  • હેડક્વાર્ટરના પોલીસ કાફલા સાથે સ્થાનિક પોલીસ દ્વારા બારડોલીમાં બુટલેગરો પર દરોડા

હેડક્વાર્ટરના પોલીસ કાફલા સાથે સ્થાનિક પોલીસ દ્વારા બારડોલીમાં બુટલેગરો પર દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરેલીમાંસર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ઘટનાના મૂળ સુધી એ.ટી.એસ પહોંચી છે. જોકે ત્યાં સુધી અનેક લોકોના ભોગ લેવાયા છે. હવે નવનિયુક્ત જિલ્લા પોલીસવડાએ બારડોલી ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસને સાથે રાખી હેડક્વાટરથી 30 પોલીસ સ્ટાફનો કાફલા સાથે દેશી વિદેશીદારૂના અડ્ડા ઉપર દરોડા પાડવાના શરૂ કર્યા છે.

સુરત શહેર અને પલસાણા તાલુકાનાં કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં વરેલી ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટનાબાદ તપાસમાં આવેલ એ.ટી.એસની ટિમ ગુનાના મૂળ સુધી પહોંચવા સફળતા મળી હોવાનો દાવો કરી રહી છે. જોકે તમામ ગતિવિધિ વચ્ચે સુરત રેન્જઆઇજી અને જિલ્લા પોલીસવડાની બદલી થઈ ચૂકી છે. સુરત જિલ્લા પોલીસવડા તરીકે નિર્લિપ્ત રોયની નિમણૂંક કરવામાં આવી છે. લઠ્ઠાકાંડની ઘટનાબાદ દારૂના અડ્ડા બંધ કરવા માટે સ્થાનિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી આવી સ્થિતિમાં જિલ્લા પોલીસવડાએ ઘલુડી હેડક્વાટરથી પોલીસ સ્ટાફની ફાળવણી કરી રવિવારે બારડોલી ડિવિઝનની હદમાં આવેલ માંડવી, કડોદરા, પલસાણા, બારડોલી, મહુવા પોલીસ સ્ટેશનની હદમાં હેડક્વાટરના 30 અને સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. દેશી વિદેશીદારૂના અડ્ડા ઉપર દરોડાની શરૂઆત થતાં હાલમાતો બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...