• Gujarati News
  • National
  • ધો. 7 8ની 2500થી વધુ સરકારી શાળાઓમાં ડિજિટલ વર્ગો શરૂ કરાશે : સીએમ રૂપાણી

ધો. 7-8ની 2500થી વધુ સરકારી શાળાઓમાં ડિજિટલ વર્ગો શરૂ કરાશે : સીએમ રૂપાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બોર્ડના સભ્યો, પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. આચાર્ય સંઘ અને સંચાલક મંડળના પ્રમુખ મંત્રીઓની મુખ્યમંત્રીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી હતી. જેમાં બોર્ડના ચૂંટાયેલા તમામ સભ્યો બોર્ડના સચિવ આરઆઈ પટેલ, બોર્ડના સરકારી સભ્ય અને સંકલક જે. પી. પટેલ હાજર રહ્યાં હતાં.

રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ પંકજભાઈ પટેલ ,માધ્યમિક સંઘના પ્રમુખ રમેશભાઈ પટેલ તથા સંચાલક મંડળના પ્રમુખ નારણભાઈ પટેલ અને પ્રાથમિક સંઘના પ્રમુઘ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના પ્રતિનિધિ મંડળ સાથે શુભેચ્છા મુલાકાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ધોરણ 7-8ની 2500 કરતાં વધુ સરકારી શાળાઓમાં ડીજીટલ વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ ભાર વિનાનું ભણતર સાર્થક કરવા દફતર વિના શાળામાં આવશે. તેમજ ટેબલેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. પ્રોજેક્ટને સફળતા મળશે તો ત્યારબાદ ખાનગી શાળોમાં તેનો અમલ કરવામાં આવશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને અન્યાય થાય તે માટે ફ્રી નિર્ધારણ સમિતીની રચના કરાશે જેમાં સંચાલક મંડળના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે ધોરણ 9થી 12માં NCERTના અભ્યાસ ક્રમ અનુસાર ગુજરાતમાં પણ પુસ્તકોઅને અભ્યાસક્રમ રાખવાનો પ્રયત્ન કરાશે. જ્યારે બોર્ડના સચિવ આર. આઈ. પટેલે જણાવ્યું હતું કે પાયલટો પ્રોજેક્ટ હેઠળ ધોરણ 9 અંગ્રેજી માધ્યમમાં સીબીએસઈ અભ્યાસક્રમ અનુસાર ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીનો કોષ શરૂ કરવામાં આવશે જેની ચકાસણી કરી આગામી વર્ષથી વધુ શાળાઓમાં પ્રોજેક્ટ અનુસાર કોર્સ દાખલ કરાશે.

આચાર્ય સંઘ અને સંચાલક મંડળના હોદ્દેદારો સાથે સીએમની મુલાકાત

અન્ય સમાચારો પણ છે...