• Gujarati News
  • National
  • માંડવીમાં ચૂંટણીમાં સંકળાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું હતું

માંડવીમાં ચૂંટણીમાં સંકળાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
157માંડવી વિધાનસભા વિસ્તારના મતદારો કે જેઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા છે એવા કર્મચારીઓ માટે આજરોજ મતદાનની ઊભી કરાયેલી વ્યવસ્થામાં શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને મતદાન માટે શિક્ષકોની લાંબી લાઈનો લાગી હતી. 157 માંડવી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારીઓને મતદાનની ફરજ અંગે સમજણ આપવામાં આવતાં આજરોજ બી. બી. અવિચર આટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તૈયાર કરાયેલા મતદાન મથક પર સવારે 10.00 વાગ્યેથી શિક્ષકો મતદાન માટે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક શાળામાં આજરોજ રજા હોય છતાં પણ ઘણો સ્ટાફ મતદાન મથકે મતદાનની પોતાની પવિત્ર પરજ બજાવવા આવ્યા હતાં. સાંજ સુધીમાં ચાલેલા મતદાનમાં કુલ 544 જેટલા કર્મચારીઓએ મતદાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...