• Gujarati News
  • National
  • માંડવીમાં વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી અંગે સેમિનાર

માંડવીમાં વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી અંગે સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | સુરતજિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ડો. હસમુખ ચૌધરીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં વિશ્વા એઈડ્સ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

માડંવી તાલુકાના આરોગ્ય અધિકારી ડો. જે. જી. ચૌહાણના નેતૃત્વમાં તાલુકાના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય કર્મચારીઓ માટે વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી સેમિનાર યોજાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચૌહાણ તેમજ પ્રા. આ. કેન્દ્ર દઢવાડાના મેડિકલ ઓફિસર ડો. પંકજ ફણસિયા દ્વારા એઈડ્સ બિમારી વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. એઈડ્સ બિમારી અંગે જનજાગૃતિ લાવવા માટે મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય કર્મચારીને આહવાન કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...