• Gujarati News
  • National
  • ‘કોંગ્રેસના મંત્રી 15 વર્ષમાં કોઈ આદિવાસી યોજના લાવ્યાં’

‘કોંગ્રેસના મંત્રી 15 વર્ષમાં કોઈ આદિવાસી યોજના લાવ્યાં’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુંટણીમાંભાજપ ગુજરાતની વિકાસયાત્રાને ચાલુ રાખવા મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતને જાતિવાદના ખપ્પરમાં નાંખી રહ્યું છે, તેને મતદારોએ રોક લગાવવાની છે. ભાજપ પ્રજાજનોને વિકાસનો હિસાબ આપે છે. જ્યાંરે કોંગ્રેસ પાસે કોઈ હિસાબ નથી. પ્રહારો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે માંડવી ખાતે રવિવારની જાહેરસભામાં કોંગ્રેસ પર કર્યાં હતા.

દેશમાં ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતા કોંગ્રેસની સરકારે અટકાવી રાખેલ કામોમાં નર્મદા યોજના, આંઠ હજાર કરોડની ગ્રાંટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, 12 કરોડના કામો જેવા કામો સહિતના કામોને તાત્કાલિક મંજૂર કરી દીધા તો વળી બુલેટ ટ્રેન ઉપરાંત 33 જેટલી વધુ ટ્રેનો ગુજરાતને આપી હોવાનુ પણ જણાવ્યુ હતું. વધુમાં જણાવતા કોગ્રેસ આદિવાસી વિસ્તારમાંથી પંદર વર્ષ મંત્રી બન્યા પણ આદિવાસીઓના કલ્યાણની કોઈ યોજના લાવ્યા નથી. ભાજપે માં-બહેન, દીકરીઓ સહિતના કલ્યાણ માટે અનેક યોજનાનુ અમલીકરણ ...અનુસંધાન પાના નં. 2

જાહેરસભા સંબોધતા અમિત શાહ.

માંડવીની સભામાં અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર જાતિવાદના આરોપ સાથે ભારે ચાબખા

અન્ય સમાચારો પણ છે...