• Gujarati News
  • National
  • ફેદરીયાથી 10 બળદ ભરેલો ટેમ્પો ઝબ્બે

ફેદરીયાથી 10 બળદ ભરેલો ટેમ્પો ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાનાં ફેદરીયા ગામની સીમમાંથી બાતમી આધારે ગૌરક્ષકો અને પોલીસે ટેમ્પામાં 10 નંગ બળદ ઘાસ ચારાની સગવડ વગર ક્રૂરતા પૂર્વક ખીંચો ખીચ ભરી વહન કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડયા હતાં. પોલીસે 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બળદ ભરાવનારને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગૌરક્ષકોને મળેલી બાતમી મુજબ માંડવી પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફના માણસો સાથે ફેદરીયા ચોકડી નજીક વોચમાં રાખી હતી. તે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા પસાર થતા અટકાવ્યો હતો. અંદર તપાસ કરતાં ટેમ્પામાં ખીચોખીચ ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ગેરકાયદેસર અને ચારાની વ્યવસ્થા વિના 10 નંગ બળદો બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ટેમ્પામાં બેસેલ દિનેશ રમેશભાઈ શિરસાક (બોરજડા, જી-ધૂલિયા), કિશોર બીકનભાઈ ધનગર (રહે,ધરન ગાવ જી,જલગાવ), સમાધાન વિઠ્ઠલભાઈ ધનગર (વરડીગામ, જલગાવ) ને ઝડપી પડ્યા હતા. જ્યારે બળદભરાવનાર અને ટેમ્પો માલિક રવિન્દ્ર પ્રકાશભાઈ સોનવણેને વોંટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે્ ટેમ્પો કિંમત 4.50 લાખ રૂપિયા, 10 નંગ બળદની કિંમત 1.50 લાખ મળી કુલ 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 6 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી

ટેમ્પોમાં બળદોને ક્રૂરતાથી ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...