તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાણીમાં વલોણું કરવાથી થાક સિવાય કંઈ મળતું નથી

પાણીમાં વલોણું કરવાથી થાક સિવાય કંઈ મળતું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | શ્રી.સ્વે. મૂ. પૂ. જૈન સંઘ માંડવી નગરમાં પૂ. પં. શ્રી પદ્મદર્શનજી વિજયજી મહારાજ આદિ મુની ભગવંતોની પધરામણીના કારણે સમસ્ત માંડવી પંથકમાં હર્ષોલ્લાસનો માહોલ જામ્યો હતો. પૂજ્યનું સ્વાગત કરવા માટે સેંકડો ભાવુક ભક્તો ઉમટી પડ્યા હતં. ગુરુજી અમોર અનંદનાદ, અમને આપો આશીર્વાદના નારાઓથી વાતાવરણ અત્યંત રમણીય બની ગયું હતું. પૂજ્ય ચાર દિવસની સ્થિરતા કરી સમગ્ર માંડવીની જનતાને અમૃતવાણી દ્વારા ભીંજવી નાંખશે.

પૂં. પન્યાસ પદ્મદર્શનજી મહારાજે વિરાટ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે સંસાર કાળોતરો નાગ છે. અને સંયમ લીલોછમ બાગ છે. સંસારમાં સોગંદખાવા માટેનું પણ સુખ નથી. સંસાર માત્ર દુખની ખાણ છે. સંયમ જીવનમાં ક્યાંય દુ:ખ નથી.

સંસારના પ્રત્યેક સુખોની પાછળ દુખોની દુર્ગંધ આવી રહી છે. જે ભોતિક સુખ છે. તે પણ ગમે ત્યારે ચાલ્યુ જશે. સુખને મેળવવા માટે જીવનને વેડફાવાનું બધ કરો. પાણીમાં વલોણું કરવાથી થાક અને શ્રમ સિવાય કંઈ મળતું નથી. નશ્વર સુખને મેળવવા જતા શાસ્વત સુખની ઉપેક્ષા કરો.

ભૈતિક જગતના સુખ કરતાં પણ આધ્યાત્મિક જગતનું સુખ ચડિયાતું છે. સુખ ભોગવવા જેવું છે. માત્રને માત્ર તમારી ભ્રમણા છે. સાચુ સુખ નિયંત્રિત જીવનમાં છે. જીવનમાં જો નિયંત્રણ નહીં હોય તો ગમે ત્યારે ગમે ત્યાં ફેંકાઈ જશો.

અન્ય સમાચારો પણ છે...