તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી બેઠકના ઉમેદવારોએ સરકારી લેણાં જાહેર કર્યા

માંડવી બેઠકના ઉમેદવારોએ સરકારી લેણાં જાહેર કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીવિધાનસભાની બેઠક પર 6 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉતરવાનું નિશ્ચિત બન્યું છે ત્યારે ઉમેદવારોએ સરકારી લેણાની વિગતો જાહેર કરી હતી.

157-માંડવી વિધાનસભા ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવનાર દરેક ઉમેદવારોએ પોતાની સરકારી લેણાની બાબત તેમના સોગંદનામાંમાં પૂરી પાડવાની હોય છે. અને મતદારોની જાણ સારું પ્રકાશિત પણ થતી હોય છે. ત્યારે માંડવી બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ચૌધરી આનંદભાઈ મોહનભાઇ, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર દિનેશભાઇ ગુલાબભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ ચૌધરી, જનતાદળના ઉમેદવાર ગામિત યાકુબભાઈ દેવલાભાઈ અને અપક્ષ અરવિંદભાઈ ગામિત અને કુંવરજીભાઈ હળપતિ દ્વારા રજૂ થયેલા સોગંદનામાંમાં સરકારી આવાસ, પાણી પુરવઠો, વીજપુરવઠો, ટેલિફોન, સરકારી પરિવહન જેવા સરકારી લેણા બાકી પડતાં નથી જ્યારે અન્ય સરકારી લેણામાં અપક્ષના ઉમેદવાર કુંવરજી હળપતિના દેનાબેંક તરસાડા શાખામાં આઠ લાખ જેટલી બાકી છે.

અન્ય સમાચારો પણ છે...