તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે પણ 100 વર્ષના કેસરબામાં મતદાન માટેનો ઉત્સાહ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પણ 100 વર્ષના કેસરબામાં મતદાન માટેનો ઉત્સાહ યથાવત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનઆપણો ધર્મ છે. શબ્દ 100 વર્ષના કેસરબાએ કહ્યા હતાં. અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જવાની તૈયારી બતાવી છે.

માંડવી તાલુકાના બૌધાન ગામે જન્મેલા અને લગ્ન કરીને ખંજરોલી ખાતે આવેલા કેસરબા ખુશાલભાઈ પટેલ જેઓ હાલ 100ની આયુ ધરાવે છે. કેસરબાને ચૂંટણી અંગે પૂછતાં તેમણે ધીમા શ્વરે જણાવ્યું હતું કે મતદાન કરવો આપણો ધર્મ છે. પહેલાના સમયમાં ચૂંટણી આવતાં માહોલ બદલાય જતો હતો. લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. અમે મતદાન કરવા માટે માઈલ ચાલતા જતાં હતાં. તે સમયે કોઈ લેવા આવતું હતું. મતદાનનાં દિવસે લોકો વહેલી સવારે ઉઠીને મતદાન કરવા જતા હતાં. ત્યારે લોકોમાં ઉત્સાહ અને જોશ જોવા મળતું હતું. જ્યારે અત્યારના સમયે વાતાવરણ બદલાયું ગયું છે. મતના બદલામાં લોકો પૈસાની માંગણી કરે છે અને રાજકારણીઓ પુરી પાડવા તૈયારી બતાવે છે તે યોગ્ય નથી. ચૂંટણી સમયે નેતાના ભાષણ સાંભળવા લોકો ચાલીને જતા હતાં. કેસરબાને આવતી 9મીના રોજ મતદાન કરવા માટે જવાનું પૂછતાં તેમણે જણાવ્યું કે વર્ષે મતદાન તો કરવા જઈશ.સાથે દીકરાને પણ લઇ જઇશ.

મતદાન કરવું દરેક નાગરિકનો ધર્મ છે : કેસરબા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો