તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રતનીયા વ્યારા માર્ગે તળાવ પાસે બનનારા ઓવરબ્રિજનો વિરોધ

રતનીયા-વ્યારા માર્ગે તળાવ પાસે બનનારા ઓવરબ્રિજનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડાબાર વ્યારા હાઈવેથી રતનીયાથી ઘાટ થઇ વ્યારા તરફ જતા તળાવના પાળ પર રસ્તા ઉપર મંજૂર થયેલા ઓવરબ્રીજના નિર્માણથી ઊભી થનારી અનેક મુશ્કેલીઓનો કારણે અનેક ગ્રામજનોએ એકસૂરથી વિરોધ નોંધાવી આજે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

આવેદન પત્રમાં જમાવ્યું હતું કે કાકરાપાર વ્યારા તરફ જતા નેશનલ હાઈવેથી રતનીયા -ઘાટા -વ્યારા તરફ જતા આવેલ તળાવના પાળના રસ્તા ઉપર ત્રીજા ઓવરબ્રીજની કોઈ જરૂરિયાત હોવાનું જણાવી સ્થાનિક અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બધાની ઉપસ્થિતિમાં કે.એપીએસના સાઈટ ડાયરેક્ટરે ખુલાશો કરતાં જણાવેલ કેકેએપીએસ દ્વારા પ્રકારની કોઈ દરખાસ્ત કરેલ નથી. અને અંગે જરૂરી તપાસ કરી માહિતી આપવાનું રોજકામ પણ કરવામાં આવ્યું હતું. છતાં પણ તળાવના પાળના રસ્તા ઉપર ઓવરબ્રીજનું કામ મંજૂર થયેલ છે. જે કામની ગ્રાન્ટ કેએપીએસ સિંચાઈ વિભાગને હવાલે રાખી કરાતા ઓવરબ્રિજનાં નિર્માણથી રતનીયા, મોટીચેર, વાંકલા, રજવાડ તેમજ નાની ચેર ગામોની થોડી ગણી બચેલી જમીનનોને પણ મોટું નુકસાન થશે. તથા પશ્ચિમ વિભાગમાં રતનીયા, તરકસાડા, વરજાખણ તેમજ જાંખલા ગામના ખેડૂતોની ...અનુસંધાન પાના નં. 2

આવેદન આપતાં ગ્રામજનો

અન્ય સમાચારો પણ છે...