તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જન્મથી મૃત્યુ પર્યત ઉપયોગી ગાય માતાની કતલ બંધ કરાવો : ગૌરક્ષકો

જન્મથી મૃત્યુ પર્યત ઉપયોગી ગાય માતાની કતલ બંધ કરાવો : ગૌરક્ષકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનગરમાં આજરોજ અખિલ ભારતીય સર્વદલીય હિન્દુ સંગઠન ગૌરક્ષા સંઘ માંડવી તથા આરએસએસ, બજરંદળ, વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેનાના સંયુક્ત ઉપક્રમે ગાયમાતાનું કત્લ બંધ કરાવી ગાયમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ કરી આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરી રક્ષણ આપવા અસરકાર કાયદા બનવાવાની માંગ સાથે આપેલી આવેદનપત્રમાં જણાવેલ કે દેશની કમનસીબી છે કે જે દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે તે દેશમાં દરરોજ હજારો ગાયોની કતલ કરવામાં આવે છે. આવા સંસ્કૃતિ કે દેશ વિરોધી કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે ગાયનું મળ- મૂત્ર દૂધ જીવલેણ રોગો સામે ફાયદાકારક રહ્યા છે. તો વળી જેની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. આમ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક રીતે અનેક રીતે મહત્વ ધરાવતી ગાય માતાની કત્લ બંધ કરાવી રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. પ્રસંગે બિરજુભાઈ શાહ, વિજય પટેલ, ઉત્તમસિંહ રાજપુરોહિત, રમેશભાઈ પ્રજાપતિ, સાજન ભરવાડ, નટુભાઈ રબારી તથા સુનિલભાઈ રબારી સહિત નગરના નવ ચૂંટાયેલા કોર્પોરેટરો પણ સુપડીથી નિકળેલી રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદન અપાયું

માંડવીમાં ગૌપ્રેમીઓની વિશાળ રેલી નીકળી

અન્ય સમાચારો પણ છે...