તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી બીએલઓ દ્વારા આજે શિક્ષક ભવન ખાતે મતદાન થશે

માંડવી બીએલઓ દ્વારા આજે શિક્ષક ભવન ખાતે મતદાન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
157માંડવી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા જુદાજુદા કર્મચારીઓ માટે બે તબક્કામાં સ્થાનિક કક્ષાએ મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી કર્મચારીઓ પોતાના મતદાનનો હક્કથી વંચિત રહી શકે.

157 માંડવી વિધાનસભા વિસ્તારમાં કુલ 293 જેટલા બુથો ઊભા કરવામાં આવ્યા છે. તમામ બુથ વિસ્તારમાં બીએલઓ તરીકે કામગીરી કરતાં કર્મચારીઓ ચૂંટણીના દિવસે કામગીરીમાં વ્યસ્ત હોય મતદાન પણ થઈ શકે તે માટે 30મી નવેમ્બરના રોજ સવારે 10.00 કલાકે શિક્ષકભવન ખાતે મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યારે પ્રિસાઈડિંગ અને પોલિંગ તરીકેની ફરજ બજાવનારા કુલ 1500 જેટલા કર્મચારીઓને 1 ડિસેમ્બરના રોજ આટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 10.00 વાગ્યે મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ મતદાર વંચિત રહે તે માટે બીએલઓના નામ ફોન નંબર સહિતના બેનરો જે તે બુથ વિસ્તારમાં મુકવામાં આવશે.

1 ડિસેમ્બરે ચૂંટણીમાં વ્યસ્ત કર્મચારીઓ મતદાન કરશે

અન્ય સમાચારો પણ છે...