તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પુણ્યોના બેલેન્સ બાદ આર્ય દેશમાં જન્મ મળે’

પુણ્યોના બેલેન્સ બાદ આર્ય દેશમાં જન્મ મળે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | શ્રીમાંડવી જૈન સંઘના આંગણે પધારેલા જૈન મુની પૂ. પં. શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજે જૈન ઉપાશ્રય ખાતે સત્સંગ સભાને સંબોધતા જણાવ્યું હતું કે દીર્ઘ કાલીન સુખને મેળવવા માટે જે પ્રયત્ન કરવા જોઈએ એના બદલે અલ્પકાલીન સુખને મેળવવા માટે માણસ પોતાના જીવનનું બલીદાન દેવા તૈયાર થયો છે દુભાગ્યની વાત છે. સુખ ક્ષણજીવી હોય છે, સુખ કરતાં સદ્દગુણોની પ્રાપ્તી માટે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રચંડ પૂણ્યોનું બેલેન્સ ભેગુ થાય ત્યારે આર્ય દેશમાં જન્મ મળતો હોય છે. જીવને હવે ગમે તેમ શી રીતે વેડફી દેવાય સત્કાર્યોના સરવાળા દ્વારા જીવનને નંદવન બનાવો. જીવનરૂપ બાગને કૂસંસ્કારો અને કુસંગની આગ દ્વારા ભસ્મભૂત કરવાનું પાપ કરશો નહીં. જીવન જીવવા માટે મળ્યું છે પણ મર્દાનગીથી નહીં કે મદદ જેવું. કાંતો સંતબનો કાં સચિવ બનો. સંતોએ પણ પ્રભુની આજ્ઞામાં કટ્ટરપંથી બનવું જોઈએ. હરિનો માર્ગ સુરવીરોનો છે. કાયરોનો નહીં. કષ્ટભર્યા માર્ગની વચ્ચે હસતા રહેવું જોઈએ. પ્રભુના માર્ગને પ્રેમથી સ્વીકારી એમના બતાવેલ માર્ગ ઉપર ચાલશો તો જીવનમાં આવનારા કષ્ટોને સહન કરવાની શક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...