તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલી વિસ્તારની નહેરો પરના જર્જરિત બ્રિજનું નવીનીકરણ થશે

બારડોલી વિસ્તારની નહેરો પરના જર્જરિત બ્રિજનું નવીનીકરણ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીવિસ્તારમાંથી પસાર થતી જુદી જુદી નહેરો પરના વર્ષો જૂના અને જર્જરિત પુલોના નવીનીકરણ માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવતા હાલમાં લાખો રૂપિયા મંજૂર કરાયા હતા. અને કામગીરીનું ભૂમિપુંજન કરવામાં આવ્યું હતું.

બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઇ પટેલની ઉપસ્થિતિ તથા સ્થાનિક અગ્રણીઓની મોટી સંખ્યા વચ્ચે થયેલી ભૂમિપુંજન વિધિ પ્રસંગે જણાવ્યુ હતું કે બારડોલી વિસ્તારના મુખ્ય માર્ગો પર આવેલ વિહાણ-નગોડ-રૂંધવાડા-મોરી-ઉછરેલ જેવા રોડ પરથી પસાર થતી નહેરોના પૂલો વર્ષો પહેલા નિર્માણ પામેલા હોવાથી ઘણા જર્જરિત થઈ ગયા હતા. તો વળી વર્ષો જૂના સાંકડા પુલ પર ટ્રાફિક સમસ્યા પણ વારંવાર ઊભી થતી હતી અને ઘણીવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હતા.

ત્યારે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંગઠનના અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરાતા ઉચ્ચકક્ષાએ વર્ષો જૂના પુલના નવીનીકરણની આવશ્યકતાની સમજણ આપી હતી. જેના લીધે તાકીદે કેનાલ બ્રિજ સ્ટ્રક્ચર બનાવવા લાખો રૂપિયા મંજૂર કરી દેવાયા હતા. આમ વિહાણ, નગોડ,રૂંઢવાડા, મોરી, ઉછરેલ રોડની નહેરના પુલનું વાયડનીંગ તથા સ્ટ્રેન્ધનીંગ માટે લાખો રૂપિયા મંજૂર થતાં હાલમાં કરાયેલા ભૂમિપુંજન બાદ કામગીરી ચોક્કસ મર્યાદામાં પૂરજોશમાં પૂર્ણ કરાતા સ્થાનિક રહીશો તથા વાહનચાલકોને રાહત મળી રહેશે.

બ્રિજ સ્ટ્રક્ચરની કામગીરીથી ટ્રાફિકજામ તથા અકસ્માતોનું નિવારણ થશે

કેનાલ બ્રિજ સ્ટ્રક્ચર બનાવવાના કામની સાંસદના હસ્તે ભૂમિપૂજન વિધિ

નહેરના પુલના સ્ટ્રકચરના કામનું બારડોલી સાંસદના હસ્તે ખાર્તમુહુર્ત.

અન્ય સમાચારો પણ છે...