• Gujarati News
  • National
  • માંડવી પાસે કાકરાપાર નહેરમાં કોંક્રિટ બાંધકામનું ધોવાણ

માંડવી પાસે કાકરાપાર નહેરમાં કોંક્રિટ બાંધકામનું ધોવાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનજીક રૂપણ અંધાત્રી વિસ્તારમાંથી પસાર થતી કાકરપારા જમણા કાંઠા નહેરનું થોડા સમય પહેલ નવીનીકરણ થયા બાદ ઠેરઠેર ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે કોંક્રિટ બાંધકામમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. અને નવીનીકરણ બાદ થોડ સમયમાં ભ્રષ્ટ્રાચારના પોપડા ઉખડી રહ્યાં હોવાનું પણ જણાય રહ્યું છે.

વિશ્વસ આખામાં જ્યારે જળ સંકટની આગાહી થઈ રહી છે અને જેથી જળ બચાવવોની ઝુંબેશો પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજ્યના સિંચાઈ વિભાગ પણ ડેમોનું સંગ્રહિત પાણી વેડફાય નહીં અને ખેતરાળ વિસ્તારમાં ઝડપથી પુરતા પુરવઠા મળી રહે તે માટે નહેરોમાં કોંક્રિટ બાંધકામની યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. અનેક નહેરના આધૂનિકરણમાં કરોડો રૂપિયા ખર્ચી નાંખવામાં આવ્યા પરંતુ નહેરમાં થયેલા બાંધકામ અંગે અનેક શંકકુશંકાઓ સાથે ચર્ચાઓ થતી હતી. અને બાંધકામમાં મોટ ભ્રષ્ટ્રાચારની પણ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે હાલમાં તે ચર્ચો સાચી પડતી હોવાનું ખેડતોમાં ચર્ચાઈ રહ્યું છે. બાંધકામના થોડા સમયમાં નહેરોમાં કોંક્રિટ જગ્યાએ મોટામોટા ગાબડાઓ પડવા લાગ્યા હતાં. અને હાલમાં અંધાત્રી વિસ્તારની નજીકમાં તો કોંક્રિટ બાંધકામ જાણે ખંડેર બની રહ્યું છે. જાણે વર્ષો પહેલા બાંધકામ થયું હોય તેમ નહેરની અંદરના પાકુ બાંધકામ ઠેરઠેર ધોવાઈ ગયું છે.

કાકરાપાર નહેરમાં થયેલા ધોવાણના કારણે ઘણી જગ્યાએ પાણી લિકેજનો ભય પણ સતાવી રહ્યો છે. આવા વિસ્તાર નજીકના ખેતરોમાં લિકેજના પાણી પણ ફરી વળવાની દહેશત રહેલી છે. અને હાલમાં સામાન્ય લાગતું ધોવાણ ક્યારે મોટું સ્વરૂપ પકડે તો નહેરને મોટું નુકસાન થવાનો પણ ભય રહ્યો છે. વારંવારની રજૂઆતો પછી પણ કોઈ નક્ક પગલાં લેવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે.

હાલમાં રિપેરિંગનું કોઈ આયોજન નથી

^નહેરના બાંધકામ સમયે જે કંપનીએ કામ સોંપ્યું છે તેને અપાયેલી સમય મર્યાદામાં હશે તો એમને જાણ કરી કામ કરાવવામાં આવશે. હાલમાં વિસ્તારના રિપેરિંગ માટેનું કોઈ આયોજન નથી. આગામી સમયમાં જરૂરી કાર્યવાહી હાથ ધરીશું. > અંકિતઅમદાવાદી, એસઓ,માંડવી

થોડ સમયમાં ભ્રષ્ટ્રાચારના પોપડા ઉખડ્યા, રોટેશન શરૂ થવાના દિવસો નજીક હોવાથી ખેડૂતો ચિંતાતુર

નહેરનાં ધોવાણના ઘણી જગ્યાએ પાણી લિકેજનો ભય પણ સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...