• Gujarati News
  • National
  • ઉટેવામાં પાડોશીએ યુવકના માથામાં પરાઈ મારી દીધી

ઉટેવામાં પાડોશીએ યુવકના માથામાં પરાઈ મારી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાનાં ઉટેવા ગામે ચોમાસુ સિઝન હોય પાણીના નિકાલ માટે એક ઇસમે પાળ બાંધી હતી. જેના કારણે પાડોશી ઘરના કોઢારમાં પાણી ભરાતું હોય પાળ તોડી કાઢવાની વિનંતી કરી હતી. જેથી પાળ બાંધનાર ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો. અપશબ્દો બોલી લોખંડની પરાઈનો સપાટો પાડોશીને માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

માંડવી તાલુકાનાં ઉટેવા ગામે ભવાની ફળિયામાં રહેતા જિતેન્દ્રભાઈ ગોવિંદભાઇ ચૌધરીના ઘરની આગળ રહેતા અજિતભાઈ નાનુભાઈ ચૌધરીએ તાજેતરમાં વરસી રહેલા વરસાદના પાણીના નિકાલ માટે ઘર નજીક પાળ બાંધી હતી. પાળના કારણે વરસાદી પાણી જિતેન્દ્ર ચૌધરીના કોઢારમાં ભરાવાનું શરૂ થયું હતું. જેથી તેમણે શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે અજિત ચૌધરીને પાળ તોડવા અંગે જણાવ્યું હતું.આ વાત સાંભળતાં અજિત ચૌધરી ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી ઘરમાં મૂકેલી લોખંડની પરાઈ લઈ જિતેન્દ્રભાઈ ચૌધરી પર હુમલો કર્યો હતો. તેમના માથામાં પરાઈનો સપાટો મારી ડેટા ગંભીર હાલતમાં જીતેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતા. માંડવી પોલીસમાં અજિત ચૌધરી વિરુધ્ધ ફરિયાદ આપતા તપાસ હાથ ધરી હતી.

વરસાદી પાણીના નિકાલ માટેની પાળ તોડવા કહેવા જતાં હિંસક હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...