તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી નગરની હરિઓમ પ્રાથમિક શાળામાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા

માંડવી નગરની હરિઓમ પ્રાથમિક શાળામાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીખાતે આવેલ હરિઓમ વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના શિક્ષકો તથા બિનશૈક્ષણિક સ્ટાફે શાળાના ટ્રસ્ટને પગાર વધારાની માંગ કરી હતી. પરંતુ કોઈ પરિણામ આવતાં હડતાલ પર ઉતર્યા હતા.

માંડવીમાં વી. એફ. ચૌધરી હાઈસ્કૂલના કેમ્પસમાં ચાલતાં હરિઓમ વિદ્યા વિહાર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફે થોડા દિવસો પહેલા આવેદનપત્ર આપી ઉમેર્યુ હતું કે છેલ્લા કેટલાક સમયથી પગાર વધારાની માંગ કરીએ છીએ પરંતુ પગાર વધારો કરવામાં આવતો નથી. અને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. પરંતુ વિદ્યાર્થીઓના હિતનું વિચારી હડતાલના માર્ગથી દૂર રહ્યાં હતાં. છતાં આજપર્યત કોઈ ઉકેલ આવતાં વી. એફ. ચૌધરી હાઈસ્કૂલના ગેટ આગળ પ્રતિક ધરણા કરી હડતાલ પર ગયા હતાં.

માંડવીમાં હડતાલ પર ઉતરેલા શિક્ષકો

વાલી મિટિંગ કરી નિર્ણય લેવાશે

^શિક્ષકોનીરજૂઆત હતી પણ વિચારવાનો પૂરતો સમય આપ્યો નથી. શાળામાં મામૂલી ફી લઈ શિક્ષણ આપાય છે. ત્યારે તાત્કાલિક ફી વધારો શક્ય નથી. વાલી મિટિંગ કરી નિર્ણય લેવાશે.> ગજરાબહેનચૌધરી, પ્રમુખ

પગારવધારાની માંગ સાથે શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ કામથી દૂર રહ્યા

અન્ય સમાચારો પણ છે...