તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી સુગર સામે લડત ચલાવવા સભાસદોની બેઠક મળી

માંડવી સુગર સામે લડત ચલાવવા સભાસદોની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીસુગરના બે વર્ષના બાકી પડતાં નાણાં માટે શરૂ થયેલી લડતના ભાગરૂપે આજે ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને સમિતીના નિર્માણ માટે આગામી દિવસોમાં માંગને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંડવી સુગરના સભાસદ ખેડૂતોની આજરોજ માંડવી આશાપુરી હોલમાં વિશાળ બેઠક મળી હતી. જેમાં સાજિક અગ્રણી અને તાલુકા પંચાયત માજી સભ્ય પ્રકાશભાઈ પટેલે ખેડૂતોની લાચર સ્થિતિ સાથે આગામી સમયમાં કાર્યક્રમોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ન્યાય માટે લડત ચાલુ રહેશે. થોડા દિવસોમાં હાઈકોર્ટને પણ શરૂણ લેવામાં આવશે. ખેડૂતોની દેવામાફીની માંગ નથી તેમ દેવાદાર પણ થવા નથી માંગતી, સુરત- તાપી અને ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનોએ પણ માંડવી સુગરનું યોગ્ય ઓડિટ થાય અને છેતરપિંડી સાથે શેરડી ખરીદનારી આખી ટીમ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ત્યારબાદ સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ખેડૂતોની વ્યથાને સહકારમંત્રી ઈશ્વનરભાઈ પટેલ તથા કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવા સાથે ચર્ચા વિમર્શ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી પ્રશ્નને પહોંચાડી યોગ્ય નિરાકરણ લાવવાના પ્રયાસોની ખાત્રી આપી હતી. અનુ.પાના નં. 2

પરસેવાના નાણા માટે સુપ્રિમ કાર્ટ સુધી પણ જશું

^માંડવીસુગર દ્વારા આગલા વર્ષમાં છેલ્લા હપતાના તથા ચાલુ વર્ષના શેરડીની પુરેપુરી રકમ હજી સુધી માંડવી સુગરના જવાબદાર હોદ્દેદારોએ ચૂકવ્યા નથી. પરંતુ ખેડૂતોના પરસેવાના નાણાં મેળ‌વા માટે સુપ્રિમ કોર્ટ સુધી જવુ પડે તે માટે પણ અમે સૌ તૈયાર છીએ. પરંતુ નાણાં મેળવીને જંપીશું. > જગદીશભાઈપટેલ, ખેડૂતઅગ્રણી.

ખેડૂતોના હક માટે આરપારની લડાઇ લડીશું

^માંડવીસુગરની બે વર્ષની પિલાણ સિઝન દરમિયાન લાખો ટન શેરડી ખેડૂતે નાંખી છે. અને તાત્કાલિક બે હપતામાં પેમેન્ટ કરી દેવાની વાતોથી લલચાવી શેરડી મેળવી આજ સુધી ખેડૂતોને શેરડીના રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. ત્યારે રૂપિયા મેળવવા માટે લડત ચાલુ કરી છે. તે માટે આરપારની લડાઈ પણ કરી લેશું. પરંતુ હકના નાણાં મેળવીને રહીશું.> પ્રકાશપટેલ, લડતસમિતી કન્વીનર

સભાસદ લડત ન્યાય સમિતી દ્વારા આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાનું આયોજન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...