• Gujarati News
  • વરેલી ગામે એક ખેતરમાં 12મી વખત દીપડો પકડાયો

વરેલી ગામે એક ખેતરમાં 12મી વખત દીપડો પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના તાપી કિનારાના વરેલી ગામે એક ખેડૂતના એક ખેતરમાં આજરોજ 12મી વાર દીપડો પાંજરે પુરાયો હતો. વારંવાર દીપડાના આગમનથી ખેડૂત તથા આજુબાજુના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. માંડવી તાલુકાના વરેલી ગામે રહેતા યુસુફભાઈ ભીખાભાઈ મહિડાના ખેતરમાં વારંવાર દીપડા આવતાં પણ સલામતી માટે ઉંચી દીવાલો બનાવી કમ્પાઉન્ડ પણ કર્યુ હતુ. પરંતુ ત્યારપછી પણ દીપડો વારંવાર દેખાતા વનવિભાગને જાણ કરતાં આરએફઓ જે. પી. રાઠોડને તાત્કાલિક કાયમી ધોરણે એક પાંજરુ મુકાવી દીધુ હતુ. ઘટનાની રાત્રિએ પાંજરામાં મુકેલ મરઘાના મારણને ખાવા દીવાલ કૂદીને આવેલ દીપડો આબાદ ઝડપાયો હતો. ખેડૂતને જાણ થતાં વનિવભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને પાંજરે પુરાયેલ દીપડાનો કબજો લઈ લધો હતો. રાત્રિ દરમિયાન ગાઢ જંગલમાં છોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.