• Gujarati News
  • National
  • માંડવીના વદેશિયા ગામે સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર પર ગેરરીતિની રાવ

માંડવીના વદેશિયા ગામે સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર પર ગેરરીતિની રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના વદેશીયા ગામે ચાલતી સત્તા અનાજની દુકાનના પરવાનેદાર દ્વારા કરતો ખુલ્લેઆમ દાદાગીરીએ ગ્રાહકોને કુપન દીઠ પાંચથી કિલો અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદ વદેશીયાના 50થી વધુ ગ્રાહકોએ મામલતદાર માંડવીને આવેદનપત્ર આપીને કરી છે. ઉપરાંત કલેક્ટર તથા ટીડીઓને પણ આવેદનપત્ર આપ્યું છે.

વદેશીયાના ગ્રામજનો એવા શીલાકુમારી માનસિંહભાઈ ચૌધરીએ છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાન ચલાવવાનો પરવાનો આપવામાં આવેલ છે પરંતુ સાતેક વર્ષથી પરવાનેદાર શીલા ચૌધરી ભાતખાઈ ગામે લગ્ન કરીને ચાલી ગઈ છે. છતાં સરકારના નિયમ મુજબ અનાજ મેળવવા માટે ઓનલાઈન કુપન કાઢ્યા બાદ જે તે ગ્રાહકોને અનાજનો જથ્થો આપવામાં આવેલ છે. પરંતુ વદેશીયાના પરવાનેદાર શીલા ચૌધરી મહિનામાં બે ત્રણ દિવસ મહિનાના આખર દિવસોમાં આવતો હોય છે. અને ગ્રાહકો પૂછવા જાય તો શીલાબહેન આવે ત્યારે આવજો એમ કહી અનાજનો જથ્થો આપવામાં આવતો નથી. ઉડાઉ જવાબો તેણીના ભાઈ જિતેશ તથા પિતા માનસિંગ ચૌધરી દ્વારા આપવામાં આવે છે.ઉપરાંત શીલાબહેન મહિનાના આખર દિવસોમાં આવે ત્યારે કુપન કઢાવવામાં ઘણો સમય વેડફાઈ જાય છે. બીજેથી કુપન લાવવામાં આવે તો ફાડીને ફેંકી દેતા હોય છે. અને તેમની દુકાનેથી કઢાવે તો અનાજ અપાય અને કુપનના 10 અલગ લેવામાં આવે છે. કુપનને બદલે કાગળની નાની ચબરખી પર બોલપેનથી લખી આપવામાં આવે છે. અનાજ સગેવગે કરતાં હોય છે. બાબતે અગાઉ વારંવાર મામલતદાર પુરવઠાને ફરિયાદ કરી છે થતાં પરવાનેદાર સામે કોઈ પગલાં ભરાયા નથી. જેથી તાત્કાલિક પગલાં ભરીને પરવાનો રદ્દ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...